HomeNewsસચિનમાં બે દિવસ પહેલા દવા પી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીનું મોત

સચિનમાં બે દિવસ પહેલા દવા પી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીનું મોત


16 વર્ષની તરૃણીના આપઘાતનું કારણ અકળ : ડીંડોલીમાં ફ્રુટના ગોડાઉનમાં ત્રણ સંતાનની
માતાએ ફાંસો ખાધો

 સુરત :

સચિનમાં
બે દિવસ પહેલા દવા પી ગયેલી ધો.૧૦ની વિદ્યાર્થિનીનું  સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે બીજા બનાવમાં
ડીંડોલીમાં ફુટના ગોડાઉનમાં આજે મંગળવારે સવારે કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી હતી.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં સ્લમ બોર્ડમાં રહેતી ૧૬ વર્ષીય રીતીકા ઇન્દ્રદેવ
સીંગએ ગત તા.૧૧મીએ બપોરે ઘર નજીકમાં કોઇ કારણસર દવા પી ગઇ હતી. તેથી તેને સારવાર
માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં સારવાર દરમિયાન તેમનું સોમવારે
રાતે મોત નીંપજયું હતું. જયારે રીતીકા મુળ બિહારની વતની હતી. તે ધો.૧૦માં અભ્યાસ
કરતી હતી. તેની બે બહન અને એક ભાઇ છે. તેના પિતા વોચમેનનું કામ કરે છે.

See also  गृह एवं खेल मंत्री हर्ष संघवी की खेल भावना

બીજા
બનાવમાં ડીંડોલીમાં ન્યુ બાલાજીનગરમાં રહેતી ૩૮ વર્ષીય સુનીતા ગૌતમ યાદવે આજે
મંગળવારે ઘર પાસે ફ્રુટના ગોડાઉનમાં કોઇ કારણસર ટેન્શનમાં એંગલ સાથે દોરી બાંધી
ગળે ફાંસો ખાઇ ગઇ હતી. ત્યારે તેના પતિ સહિતના પરિવારને જાણ થતા તેને નીચે ઉતારીને
સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત
જાહેર કરી હતી. તે મુળ બિહારની વતની હતી. તેને ત્રણ સંતાન છે. તેના પતિ ટી.એફ.ઓ
મશીન ચલાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read