HomeNewsસચિનમાં ઈલેક્ટ્રીક મોપેડની બેટરી બ્લાસ્ટ : આધેડ દાઝયા, ત્રણને ઇજા

સચિનમાં ઈલેક્ટ્રીક મોપેડની બેટરી બ્લાસ્ટ : આધેડ દાઝયા, ત્રણને ઇજા


મોપેડમાંથી
બેટરી કાઢીને ઘરમાં ચાર્જ કરવા મુકતા બ્લાસ્ટ થયો
: ઘરમાં આવેલી દુકાનનો સામાન વેરવિખેર થયો

સુરત :

 સચિનનામાં ઈલેક્ટ્રીક મોપેડમાંથી બગડેલી બેટરી
બહાર કાઢીને ઘરમાં ચાર્જ કરવા મુકી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થતા આધેડ અને તેમના
એક સંબંધીને ઈજા થઈ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા આઘેડને નવી સિવિલમાં દાખલ કરાયા
છે.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ સચિનમાં મહાલક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષના જયલાલ
મુન્નીલાલ બીંદેથી ગત બપોરે ઇલેક્ટ્રીક મોપેડ ચાલુ થતી ન હતી. તેથી બેટરી કાઢીને
ઘરમાં ચલાવાતી પોતાની કરીયાણાની દુકાનમાં મુકી હતી. દરમિયાન જયલાલ અને પરિવારના
સભ્યો ઘરમાં હાજર હતા ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો.
જેથી જયલાલ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જયારે તેમના પરિવારના સભ્યો ગભરાઇ જતા
ભાગદોડ મચી ગઇ હતી. જયલાલના એક સંબંધી અનીલને હાથમાં ઇજા થઇ હતી તો બે બાળકોને
નાસભાગ કરવામાં સામાન્ય ઇજા થઇ હોવાનું સંબંધીએ કહ્યું હતુ. બેટરીમાં થયેલા
બ્લાસ્ટના લીધે દુકાનનો સામાન વિરવિખેર થતા નુકસાન થયું હતુ. જયલાલ દાઝી જતા વધુ
સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

See also  સુરત: જહાંગીરપુરાના આધેડને વિદેશના વિઝા અને નોકરીની લાલચ આપી રૂ. 1.39 લાખની ઠગાઇ

પોલીસે
કહ્યું કે
, જયલાલે બેટરી ચાર્જ કરવા મુકેલી હતી. તે સમયે બ્લાસ્ટ થતા તે દાઝી ગયા
હતા. તે મૂળ ઉત્તર પ્રદેશના ભદોહીના વતની છે. તે કડીયા કામ કરે છે. તેમને પાંચ
સંતાન છે. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read