HomeNewsસગીરાને દેહવેપારમાં ધકેલનાર મહિલાને આશ્રય આપનાર અબ્દુલસમદની ધરપકડ

સગીરાને દેહવેપારમાં ધકેલનાર મહિલાને આશ્રય આપનાર અબ્દુલસમદની ધરપકડ


  • રૂબીનાના પતિ સોહેલે સગીરા પર બળાત્કાર ગુજાર્યો
  • 15 વર્ષની સગીરા પ્રિયા મૂળ ઉત્તરપ્રદેશની વતની છે
  • સગીરાને 30 થી 35 વ્યક્તિઓ પાસે દેહવેપાર કરાવ્યો

લિંબાયતની સગીરાને દેહવેપારમાં ધકેલવાના ચકચારી પ્રકરણમાં પોલીસે ચોકબજારની લોક સમસ્યા નિદાન કેન્દ્રના અબ્દુલસમદ ઇમાનઅલી શેખની ધરપકડ કરી હતી. 15 વર્ષીય સગીરાનું યૌનશોષણ કરનાર શખ્સની ઉપપત્ની રૂબીનાએ બાદમાં આ સગીરા પાસે દેહવેપાર કરાવી 30 કરતાં વધુ લોકોને સોંપી દીધી હતી. રૂબીના આરોપી હોવા છતાં અબ્દુલસમદે તેને પોતાની ઓફિસમાં આશ્રય આપી ભાગવામાં મદદ કરતાં પોલીસે આ સામાજિક કાર્યકર અને રૂબીનાના પુત્રની પણ ધરપકડ કરી હતી.

સગીરાનો ભાઈ જેલમાં હોય તેનો લાભ રૂબીનાએ ઉઠાવ્યો

લિંબાયતમાં રહેતી 15 વર્ષીય પ્રિયા (નામ બદલ્યું છે) મૂળ યુપીની વતની છે. પ્રિયાનો ભાઇ કોઇક ગુનામાં જેલમાં હોય તે પરિચિત રૂબીનાના ઘરે રહેતી હતી. રૂબીનાના પતિ સોહેલ ઉર્ફે ગુન્ડેએ પોતાના ઘરમાં પ્રિયાની એકલતાનો લાભ લઇ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મોબાઇલમાં અશ્લીલ ફોટા પાડી સોહેલ બ્લેકમેઇલ કરી પ્રિયા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. લિંબાયત પોલીસે સોહેલ ઉર્ફે ગુન્ડે (રહે. લિંબાયત) સામે બળાત્કાર, છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો.

See also  गुजरात : विभागीय परीक्षाओं के लिए गुजरात सरकार बनाएगी नीति, कैबिनेट बैठक में लिया गया अहम फैसला

રૂબીનાના પુત્ર શાબીરે તેની મદદ કરી

સગીરાની પૂછપરછ કરતા બળાત્કાર ગુજારનાર સોહેલ ઉર્ફે ગુન્ડેની ઉપપત્ની રૂબીનાએ તેને દેહવેપારમાં ધકેલી દીધાનો નવો ખુલાસો થયો હતો. છેલ્લા ચારેક માસમાં પીડિતાને 35-40 યુવકોને રૂપિયા લઇ સોંપી દીધાનું બહાર આવતાં પોલીસે રૂબીનાની ધરપકડ કરી હતી. જોકે ધરપકડ ટાળવા માટે તે તેના 20 વર્ષીય પુત્ર શાબીર ઇશાક પઠાણ સાથે અલગ અલગ સ્થળોએ છુપાતી રહી હોવાનું જણાવતાં લિંબાયત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ ચોકબજાર રાજાઓવારાના સામાજિક કાર્યકર અને લોક સમસ્યા નિદાન કેન્દ્ર ચલાવતાં અબ્દુલસમદ ઇમાનઅલી શેખની પણ મદદગારીમાં ધરપકડ કરી હતી. આરોપી તરીકે રૂબીના વોન્ટેડ હોવા છતાં પણ તેને આશ્રય આપ્યો હોવાનું બહાર આવતાં ઇન્સ્પેક્ટર વી.એ. જોગરાણાએ તેની પણ ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read