HomeNewsશાહપોરના કાર દલાલે ખરીદેલી ઓડી કાર તેના મૂળ માલિક પરત લઇ ગયા

શાહપોરના કાર દલાલે ખરીદેલી ઓડી કાર તેના મૂળ માલિક પરત લઇ ગયા


– મિત્ર પાસેથી ખરીદેલી કારની એક ચાવી મૂળ માલિક પાસે હતીઃ આર.સી બુક અને ટીટીઓ ફોર્મ આપ્યું હતું પરંતુ મૂળ માલિક પાસેથી ખરીદનાર આવે ત્યારે બીજી ચાવી આપશે એમ કહ્યું હતું

સુરત
સુરતના શાહપોર વિસ્તારમાં રહેતા કાર દલાલે રૂ. 5 લાખમાં ખરીદેલી ઓડી કાર તેના મૂળ માલિકે આર.સી બુક પોતાના નામે હોવાનું અને સિંગણપોર વિસ્તારમાંથી ચોઇ થઇ હોવાનું કહી જબરજસ્તી લઇ જતા મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે કારના મૂળ માલિક ભાગીદારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
શાહપોરના ચિંતામણી જૈન દેરાસર નજીક રહેતા અને કાર લે-વેચનું કામ કરતા પ્રશાંત શશીકાંત શાહ (ઉ.વ. 36) નો ગત ઓગસ્ટમાં મિત્ર હસ્તક રૂષીક સાથે પરિચય થતા તેમની પાસેથી ઓડી કાર નં. જીજે-5 જેએ-7861 રૂ. 5 લાખમાં ખરીદી હતી. પ્રશાંતે રોકડ અને ઓનલાઇન થકી રૂ. 2 લાખનું પેમેન્ટ ચુકવી આપતા રૂષીકે કારની ઓરીજનલ આર.સી બુક અને ટી.ટી.ઓ ફોર્મ પણ આપ્યું હતું. રૂષીકે રેવન્યુ સ્ટેમ્પ વાળી ડિલીવરી નોટ આપી પ્રશાંતને કહ્યું હતું કે આ કાર રાજેશભાઇ પાસેથી ખરીદી છે અને અમારે પૈસાની જરૂર હોવાથી કાર નામ ઉપર કરાવી નથી અને કારની બીજી ચાવી કારના મૂળ માલિક મહેમુદખાન યુસુફખાન પઠાણ (રહે. ગુજરાત સ્લમ બોર્ડ, બેઠી કોલોની, લિંબાયત) અને તેના ભાગીદાર સિરાજ સુભાન પટેલ (રહે. બનારસી મહોલ્લો, નાનપુરા માર્કેટ પાસે, સુરત) તથા રાજેશભાઇ લઇે આવશે ત્યારે નામ ટ્રાન્સફર કરાવી આપશે. જેથી ચાવી મળે ત્યારે બાકીના રૂ. 3 લાખનું પેમેન્ટ ચુકવી આપશે તેવું નક્કી કર્યુ હતું. પરંતુ 31 ઓક્ટોબરે પ્રશાંત તેના મિત્ર સાથે અડાજણ પાટીયા શીતલ ચાર રસ્તા પાસે ચા પીવા ગયા હતા ત્યારે કારનો મૂળ માલિક મહેમુદભાઇ અને તેનો ભાગીદાર સિરાજ આવ્યા હતા અને કારની આર.સી બુક મારે નામે છે અને સિંગણપોર વિસ્તારમાંથી ચોરી થઇ છે એમ કહી કાર લઇ ગયા હતા.

See also  अहमदाबाद :  एएमसी का एक और फैसला, चाय की केतली पर 60 माइक्रोन से कम के प्लास्टिक बैग पर प्रतिबंध

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read