HomeNewsશાળામાં પ્રથમ સત્રનું સમાપન.. 21 દિવસનું વેકેશન

શાળામાં પ્રથમ સત્રનું સમાપન.. 21 દિવસનું વેકેશન


  • સજાવટ, તોરણ, રંગોળી સ્પર્ધા યોજાઈ
  •  ટાબરિયાઓની ઉત્સાહભેર ઉજવણી
  • 10 નવેમ્બરથી શરૂ થનારા બીજા સત્રમાં 137 દિવસ શિક્ષણકાર્ય ચાલશે

ઉત્સાહ, ઉમંગ અને ઉજાશનું પર્વ એટલે કે દીપોત્સવીની રોનક શહેરના બજારમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. આબાલવૃદ્ધ સૌમાં અનેરા થનગનાટ વચ્ચે શુક્રવારે રમા એકાદશી, વાઘ બારસ સાથે પર્વોની વણઝાર શરૂ થશે. તે પૂર્વે સુરત સહિત દક્ષિણ ગુજરાતની શાળાઓમાં બુધવારે દિવાળી સેલિબ્રેશન સાથે પ્રથમ સત્રનું સમાપન થયું હતું જ્યારે ગુરુવારથી 21 દિવસના દિવાળી વેકેશનનો આરંભ થશે. બુધવારે અંતિમ દિવસે સજાવટ, તોરણ, રંગોળી સ્પર્ધાના આયોજન સાથે ટાબરિયાઓએ ઉત્સાહભેર દિવાળી સેલિબ્રેશન કર્યુ હતું. જ્યારે હવે 10 નવેમ્બરથી શરૂ થનારા બીજા સત્રમાં 137 દિવસનું શિક્ષણકાર્ય ચાલશે.

દક્ષિણ ગુજરાતની શાળાઓમાં બુધવારે પ્રથમ સત્રના અંતિમ દિવસે દિવાળી પર્વનો ઉત્સાહ દેખાયો હતો. શાળાકક્ષાએ રંગોળી, બેસ્ટ ડ્રેસ, સજાવટ, તોરણ, કોડિયા મેકિંગ સહિતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પરીક્ષાઓ અને પ્રથમ સત્રના અભ્યાસ બાદ બુધવારે માત્ર વિદ્યાર્થીઓનું ગેટ ટુ ગેધર હોય એવો માહોલ શાળાઓમાં દેખાયો હતો. ટાબરિયાઓ કૂરતો, ડ્રેસ, શૂટ સહિત રંગબેરંગી વસ્ત્રો પહેરીને શાળાએ આવ્યા હોય તેમના ચહેરા પર લાલી દેખાઇ હતી. શિક્ષકો, આચાર્ય દ્વારા પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓની ઉજવણીમાં ભાગ લીધો હતો. બુધવારે ઉત્સાહમય ઉજવણી સાથે 104 દિવસના પ્રથમ સત્રનું સમાપન થયું હતું. હવે 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 10 નવેમ્બરથી 30 એપ્રિલ સુધી ચાલનારા બીજા સત્રમાં શાળાઓમાં 137 દિવસનું શિક્ષણકાર્ય ચાલશે. ઉનાળુ વેકેશન 1 મેથી શરૂ થશે. બીજા સત્રમાં પ્રિલિમ-દ્વિતીય પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી, પ્રાયોગિક પરીક્ષા, શાળાકીય વાર્ષિક પરીક્ષા, બોર્ડ પરીક્ષાની હલચલ જોવા મળશે.

See also  अहमदाबाद : सीआईडी ​​क्राइम ने नवरंगपुरा में डब्बा ट्रेडिंग नेटवर्क का भंडाफोड़ किया, चार गिरफ्तार 

દક્ષિણ ગુજરાતની કોલેજોમાં વેકેશન બાદ તુરંત પરીક્ષાનો માહોલ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પણ દિવાળી વેકેશનના આરંભ સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર દિવાળી સેલિબ્રેશન કર્યુ હતું. જોકે, કોલેજોમાં વેકેશન બાદ તુરંત પરીક્ષાનો માહોલ જોવા મળ્યો હતો. કોલેજોમાં 9 નવેમ્બરથી પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થશે. સૌપ્રથમ બીએસસી કોલેજોમાં પરીક્ષાનો દોર શરૂ થશે. ત્યારબાદ 10 નવેમ્બરથી કોમર્સ, આર્ટ્સ સહિતની કોલેજોમાં પણ પરીક્ષાનો આરંભ થશે. કોલેજોમાં આગામી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન પરીક્ષાની વણઝાર સર્જાશે. પ્રથમ તબક્કામાં સેમેસ્ટર-3 અને 5 પછી ડિસેમ્બર માસમાં સેમેસ્ટર-1ની પરીક્ષા શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read