HomeNewsશાળાના મકાનોને કલર કોડ લાગુ કરનાર સુરત દેશનુ પહેલુ શહેર બન્યુ

શાળાના મકાનોને કલર કોડ લાગુ કરનાર સુરત દેશનુ પહેલુ શહેર બન્યુ


  • SMC સંચાલિત તમામ શાળાઓ રંગાશે એક જ રંગે
  • શિક્ષણ સમિતિની 327 શાળામાં કલ૨ કોડ લાગુ કરવાનો નિર્ણય
  • શહેરના 196 ભવનમાં ચલાવવામાં આવે છે 327 શાળાઓ

સુરત મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હવે એક જ સરખો કલર ક૨વામા આવશે. મહાનગરપાલિકાએ શિક્ષણ સમિતિની 327 શાળામાં કલર કોડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા હવે પછી તમામ શાળાઓને એક સરખો કલર કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સંચાલીત શાળાઓની અલગ ઓળખ થઇ શકે તે માટે કલર કોડ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. શાળાઓમાં કલર કોડ લાગુ કરનાર સુરત દેશનું પહેલુ શહેર બન્યુ છે.

શહેરના અલગ અલગ વિસ્તારમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 327 શાળાઓ 196 ભવનમાં ચલાવવામાં આવે છે. સમિતિની શાળાઓમાં કલર કામની જવાબદારી સુરત મનપા નિભાવે છે. અત્યારે દરેક શાળાને અલગ અલગ કલર કરવામાં આવે છે જેને કારણે દરેક શાળાને ઓળખવી મુશ્કેલ છે. તમામ શાળાઓને એકસરખો કલર કરવા માટે કલર કોડ નકકી કરવા મહાનગરપાલિકાએ બે કન્સલટન્ટને કામગીરી સોપી હતી. મહાનગરપાલિકા સમક્ષ અલગ અલગ કલર કોડનો વિકલ્પ મુકવામાં આવ્યો હતો જે પૈકી એક કલર કોડ નકકી કરી મંજુર કરવામાં આવ્યો છે. હવે પછી જેટલી પણ શાળાઓમાં નવા કલર કરવામાં આવશે તે તમામ કલર એક સરખો કલર કોડ મુજબ જ કરવામાં આવશે.

See also  सूरत : ग्राम पंचायत कार्यालय में तलाटी और कंप्यूटर ऑपरेटर रिश्वत लेते हुए रंगे हाथों पकड़े गए | सूरत News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read