HomeNewsશહેરમાં સાઇકલ શેરિંગની રાઇડરશિપ 10 લાખને પાર

શહેરમાં સાઇકલ શેરિંગની રાઇડરશિપ 10 લાખને પાર


  • વૉકિંગ અને સાઇક્લિંગને પ્રોત્સાહન આપવા હેલ્ધી સ્ટ્રીટ પૉલિસીનો અમલ કરાશે
  • શહેરીજનોએ 35 લાખ કિલોમીટર સાઇકલ ચલાવી
  •  જે પૈકી 82 ટકા રાઇડર્સે વિનામૂલ્યે સુવિધા મેળવી

શહેરમાં સાઇકલ શેરિંગની રાઇડરશિપ દસ લાખને પાર કરી ગઇ છે. પાલિકાએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે નવેમ્બર 2019માં સાઇકલ શેરિંગ યોજના લોન્ચ કરી હતી. અત્યાર સુધીમાં 1004986 લોકોએ સાઇકલ શેરિંગ યોજનાનો લાભ લીધો છે. મહત્ત્વની બાબત એ છે કે 82 ટકા રાઇડરે 30 મિનિટ કરતાં ઓછા સમય માટે સાઇકલનો ઉપયોગ કર્યો હતો જેને કારણે આ લોકોએ એક પણ રૂપિયો ચૂકવવો પડયો નથી. સાઇકલ શેરિંગ યોજના અંતર્ગત પહેલી 30 મિનિટ સુધી એક પણ રૂપિયો ચાર્જ થતો નથી.

શહેરમાં સાઇકલને પ્રોત્સાહન આપવા તથા પર્યાવરણની જાળવણી માટે સુરત મનપાએ પબ્લિક બાઇસિકલ શેરિંગ યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 144587 લોકો રજિસ્ટર થયા છે. શહેરના અલગ અલગ 120 સાઇકલ સ્ટેશન પર 1267 સાઇકલ મૂકવામાં આવી છે. આ યોજના અત્યંત લોકપ્રિય પૂરવાર થતા દર આઠ મિનિટે એક વ્યક્તિ રજિસ્ટર થઇ રહી છે. સાઇકલ શેરિંગ યોજના હેઠળ શહેરીજનો કોઇ પણ સ્ટેન્ડ પરથી સાઇકલ લઇ શકે છે તથા તેને કોઇ પણ સ્ટેન્ડ પર મૂકી શકે છે. નવેમ્બર 2019થી ઓક્ટોબર 2022 સુધીમાં સુરતીઓએ બાઇસિકલ શેરિંગ હેઠળ 35 લાખ કિલોમીટર સાઇકલ ચલાવી છે. દસ લાખથી વધુ રાઇડરે 35 લાખ કિલોમીટર કરતાં વધુ સાઇકલ ચલાવી છે. ઇધણથી ચાલતા વાહનોને બદલે સાઇકલના વપરાશથી 1.5 લાખ ટન કાર્બન મોનોકસાઇડ ઓછો નીકળ્યો છે જે 27 હજાર વૃક્ષ રોપવા બરોબર છે.

See also  शरद पवार से मिले शिंदे गुट के नेता उदय सामंत, अटकलों का बाजार गर्म | प्रादेशिक

હાલમાં દરરોજ 1500થી વધુ લોકો દરરોજ સાઇકલ શેરિંગ યોજનાનો લાભ લઇ રહ્યા છે જે પૈકી 82 ટકા લોકો એક પણ રૂપિયો ચૂકવ્યા વગર સાઇકલનો વપરાશ કરે છે. 12 ટકા રાઇડર 30 મિનિટથી એક કલાક સુધી સાઇકલ ચલાવે છે. ચાર ટકા રાઇડર બે કલાક સુધી સાઇકલનો વપરાશ કરે છે જ્યારે એક ટકા રાઇડર ચારથી આઠ કલાક સુધી સાઇકલનો વપરાશ કરે છે. સુરતમાં સાઇકલના વપરાશને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ 75 કિલોમીટર લંબાઇમાં સાઇકલ ટ્રેક તૈયાર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read