HomeNewsવેસ્ટર્ન રેલવેએ ટિકિટ ચેકિંગમાં 135.58 કરોડનો દંડ વસુલ્યો

વેસ્ટર્ન રેલવેએ ટિકિટ ચેકિંગમાં 135.58 કરોડનો દંડ વસુલ્યો


એપ્રિલથી ડિસેમ્બર મહિના દરમિયાન

Updated: Jan 6th, 2023

-ટિકિટ
વગરના
, અનિયમિત
મુસાફરો
, બુક વગરના સામાનના કુલ 20.12
લાખ કેસઃ ગત વર્ષ કરતા દંડની રકમ
99.15 ટકા વધુ

સુરત

પશ્ચિમ
રેલવેના વરિ વાણિજ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમે એપ્રિલથી
ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઘણી ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરી રુ.
135.58 કરોડનો દંડ
વસૂલ્યો છે.

પશ્ચિમ
રેલ્વેએ ડિસેમ્બર દરમિયાન
,
1.58 લાખ ટિકિટ વિનાના, અનિયમિત મુસાફરોને
શોધી કાઢી રુ
9.87 કરોડ રૃપિયાની રકમ વસૂલાત હતી, જેમાં બુક નહિ કરાયેલ સામાનના કિસ્સાઓ પણ સામેલ હતાં, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે.

નોંધનીય
છે કે એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ટિકિટ વગરના
, અનિયમિત મુસાફરો અને
બુક વગરના સામાનના કુલ
20.12 લાખ કેસ મળી આવ્યા હતાં. આ
મુસાફરો પાસેથી રૃ.
135.58 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો,
જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રુ. 68.08
કરોડના દંડ કરતાં
99.15 ટકા વધુ છે.

See also  સુરતમાં બેગમપુરામાં ત્રીજા માળે મકાનમાં આગઃ એક કલાકે કાબુમાં આવી

નાયબ મુખ્ય ટિકિટ નિરીક્ષકે રૃા.1 કરોડ દંડ વસુલ્યો

નાયબ
મુખ્ય ટિકિટ નિરીક્ષક ઝાહિદ કે. કુરેશી (મુંબઈ)એ વર્ષ
2022માં 11684 ટિકિટ વિનાના મુસાફરો અને 1432 અનિયમિત ટિકિટ મુસાફરો
પાસેથી રુ.
1 કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ ટિકિટ ચેકિંગ દંડ છે. કુરેશીએ ઓક્ટોબર 2022માં રુ. 21.41 લાખનો દંડ વસૂલ કર્યો હતો, જે એક મહિનામાં સૌથી વધુ દંડ વસૂલવાનો રેકોર્ડ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read