HomeNewsવેસુની સાઇદર્શન માર્કેટના જૈન દંપત્તિ લાખોનું ફૂલેકું ફેરવી પલાયન

વેસુની સાઇદર્શન માર્કેટના જૈન દંપત્તિ લાખોનું ફૂલેકું ફેરવી પલાયન


  • 49 લાખ ફસાઇ જતા સાગર માર્કેટના વેપારીએ નોંધાવી ફરિયાદ
  • સલાબતપુરા પોલીસે ઠગાઈ કરનાર દંપત્તિ સામે ફરિયાદ નોંધી
  • વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી લાખોનો માલ મંગાવી લીધો હતો

રિંગરોડ સ્થિત સાઇદર્શન માર્કેટના જૈન દંપત્તિ લાખોનું ફૂલેકું ફેરવતા અનેક વેપારીઓના નાણાં સલવાયા છે. સાગર માર્કેટના વેપારીએ જૈન દંપત્તિ સામે 49 લાખની ઠગાઇનો ગુનો નોંધાવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે વેસુમાં કેપિટલ લાઇફમાં રહેતા પિયુષ અશોક ગોયલ (40) કાપડ વેપારી છે. રિંગરોડ સ્થિત સાગર માર્કેટમાં રાધેશ્યામ ટ્રેન્ડ્ઝ પ્રા.લિ.ના નામથી તેઓ બિઝનેસ કરે છે. ગત ડિસેમ્બર 2021માં આલોક જૈન તેમની દુકાને આવ્યા હતા. તેમણે સાઇદર્શન માર્કેટમાં શુભ સાડી અને બકલીવાલ એસ.ના નામથી ડાઇડ કાપડનો બિઝનેસ કરતા હોવાની વાત કરી હતી. બકલીવાલ પેઢીના પ્રોપરાઇટ તેમનાપત્ની નીતુ જૈન હોવાની વાત કરી હતી.

See also  સુરતની મહિલા ડાયરેક્ટર સાથે આકાશ અંબાણીના નામે ફેક આઇડી બનાવી લાખોની ઠગાઇ

વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી તેઓને રૂા.44.37 લાખનો માલ મોકલી આપ્યો હતો. નીતુ જૈનની પેઢીમાં પણ 6.62 લાખનો માલ મોકલી અપાયો હતો. કુલ્લે 50.99 લાખના માલના પેમેન્ટની ઉઘરાણી કરી તો તેઓએ 2 લાખનું પેમેન્ટ ચૂકવ્યું હતુ. જ્યારે બાકીના 48.99 લાખના પેમેન્ટની ચૂકવણી માટે વાયદાનો વેપાર કરી દુકાન અને મોબાઇલ બંધ કરી નાસી ગયા હતા. તેઓએ અન્ય વેપારીઓને પણ ચૂનો ચોપડયો હોવાનું જાણવા મળે છે. વિપુલ ગોયલે ફરિયાદ આપતા આખરે સલાબતપુરા પોલીસે આલોક શુભમ જૈન અને તેમના પત્ની નીતુ જૈન સામે 49 લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read