HomeNewsવેસુની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ: 17 વર્ષ અગાઉ ફરીયાદ નોંધાય તેમ છતા...

વેસુની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ: 17 વર્ષ અગાઉ ફરીયાદ નોંધાય તેમ છતા બોગસ પાવરના આધારે સિવિલ કોર્ટમાં દાવો કર્યો


Updated: Jan 1st, 2023

– જમીન માલિક વૃધ્ધ સી.એની જમીન પચાવવાનો કારસોઃ અમરેલીથી ખરીદેલા સ્ટેમ્પ ઉપર બોગસ પાવરના આધારે સાટાખત તૈયાર કર્યુ, સાટાખત નોટરી પણ કરાવ્યું ન હતું

સુરત
વેસુની કરોડો રૂપિયાની કિંમતી જમીન બોગસ પાવરના આધારે પચાવી પાડવાના પ્રકરણમાં 17 વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાય હોવા છતા જમીન પચાવવાનો કારસો રચનારે પુનઃ વર્ષ અગાઉ પુનઃ બોગસ પાવરના આધારે તૈયાર કરેલો સાટાખતના આધારે સિવિલ કોર્ટમાં દાવો કરતા વેસુ પોલીસમાં ચાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.
અલથાણ સ્થિત ડી.આર.બી કોલેજ નજીક આર્શીવાદ રેસીડન્સીમાં રહેતા વૃધ્ધ સી.એ બાલકિશન મોહનલાલ ચાંદક (ઉ.વ. 66) એ શૈલેષ નાથાભાઇ ઉકાણી (રહે. જાત્રોડા. લીલીયા, અમરેલી), મનન જીવન કાબરીયા (રહે. સરદાર પટેલ સોસાયટી, સાવરકુંડલા, અમરેલી), પરાગ ગીરધર ગણાત્રા (રહે. તક્ષશિલા એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર, અમદાવાદ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સી.એ બાલકિશને વર્ષ 2002 માં સંજય વિઠ્ઠલ પટેલ પાસેથી વેસુની કરોડો રૂપિયાની કિંમતી જમીન ખરીદી હતી. વર્ષ 2004 માં ગણોતધારા કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કર્યા બાદ સાતબારમાં પોતાનું નામ ચઢાવવા પ્રોસેસ કરતા જાણવા મળ્યું હતું કે શૈલેષ ઉકાણી સહિતની ઉપરોકત ટોળકીએ બોગસ પાવરના આધારે જમીન મનન કાબરીયાનું નામ સાતબારમાં દાખલ કરાવ્યું હતું. આ મુદ્દે કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરી વર્ષ 2005 માં ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ પણ નોંધાવી હતી અને હાલમાં જમીનની માલિકી બાલકિશન ચાંદકની છે.

See also  ખાંડ ઉદ્યોગને ઈન્કમટેક્સની કરોડો રૃપિયાની પાછલા વર્ષોની ભારરૃપી જવાબદારીમાંથી રાહત

તાજેતરમાં બાલકિશને સર્ચ રીપોર્ટ કઢાવતા જાણવા મળ્યું હતું કે જીવણ કાબરીયાએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. જેમાં પ્રતિવાદી તરીકે બાલકિશન ચાંદક ઉપરાંત રમાકાંત કાસટ, કુંજવિહારી કાસટના નામ છે. પરંતુ તેમાં તેઓના સરનામા ખોટા લખ્યા છે ઉપરાંત દાવામાં સાહેદ ર્સ્વગસ્થ સાહેદ રામનિવાસના નામનો ઉલ્લેખ કર્યો નથી. જયારે શૈલેષ ઉકાણીએ જે પાવર રજીસ્ટર કરાવ્યો છે તેમાં ઉપયોગમાં લેવાયેલો સ્ટેમ્પ અમરેલીથી ખરીદયો છે અને વર્ષ 2004 ના બદલે એક વર્ષ અગાઉ તૈયાર કરી નોટરી પણ કરાવ્યો ન હતો. આ રીતે બોગસ સાટાખત તૈયાર કરી કોર્ટમાં ખોટી રીતે દાવો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read