HomeNewsવેસુના બિલ્ડર સાથે ઠગાઇ: બેંકમાં જપ્ત કાર સસ્તામાં અપાવવાની લાલચ આપી બે...

વેસુના બિલ્ડર સાથે ઠગાઇ: બેંકમાં જપ્ત કાર સસ્તામાં અપાવવાની લાલચ આપી બે કાર પેટે રૂ. 11.81 લાખ પડાવ્યા


Updated: Jan 2nd, 2023


– જમીન દલાલ મિત્ર હસ્તક બિલ્ડરે વડોદરાના ભરત જોષીનો સંર્પક કર્યોઃ બે કાર પેટે બાલાજી એન્ટરપ્રાઇઝનમાં પેમેન્ટ ટ્રાન્સફર કરાવ્યું, ક્વીડ કારને બદલે સેન્ટ્રોની આર.સી બુક મોકલાવી
– ઇન્સ્યુરન્સ કંપનીમાંથી કોલ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સેન્ટ્રો કારનું એક્સિડન્ટ થયું છે અને વર્કશોપમાં છે

સુરત
વેસુ વિસ્તારમાં રહેતા બિલ્ડરને બેંક દ્વારા જપ્ત કરવામાં આવેલી ક્વીડ અને ક્રેટા કાર સસ્તામાં અપાવવાની લાલચ આપી બે કાર પેટે રૂ. 11.81 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાય છે. આર્શ્ચયની બાબત એ છે કે ક્વીડને બદલે સેન્ટ્રો કારની માત્ર આર.સી બુક મોકલાવી હતી અને ઇન્સ્યુરન્સ કંપનીમાંથી કોલ આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સેન્ટ્રોનું એક્સિડન્ટ થયું છે.
વેસુ સ્થિત બીગબજાર નજીક રીટરીટ હાઇટ્સમાં રહેતા બિલ્ડર આગમ દિનેશચંદ્ર શેઠ (ઉ.વ. 36) ને વર્ષ અગાઉ જમીન દલાલ મિત્ર અરવિંદ વલ્લભ કાકડીયાએ વડોદરા ખાતે રહેતા મારા પરિચીત ભરત જોષી સસ્તામાં કાર અપાવે છે અને મેં તેમની પાસેથી હમણા જ કાર ખરીદી છે. જેથી આગમે મોબાઇલ પર સંર્પક કરતા ભરતે કહ્યું હતું કે બેંક દ્વારા જપ્ત કરવામાં આવેલી અને હરાજી થયેલી મિલકત અને કાર ટેન્ડર ભરીને ખરીદીને વેચું છે. જેથી આગમે ક્વીડ કાર ખરીદવા માટે રૂ. 3.91 લાખ ભરતના કહેવા મુજબ બાલાજી એન્ટરપ્રાઇઝના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરતા પંદર દિવસમાં ડિલીવરીનું કહ્યું હતું. ત્યાર બાદ ભરતે ક્રેટા કાર હોવાનું કહેતા આગમે તે ખરીદવા માટે રૂ. 12.90 લાખમાં સોદો કરી એડવાન્સ પેટે રૂ. 7.90 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા અને બાકી રૂ. 5 લાખ કારની ડિલીવરી વખતે ચુકવવાનું નક્કી કર્યુ હતું.

See also  Police Inspectors: 41 Police Inspectors Transferred | Surat News

પરંતુ ઘણો સમય વીતી જવા છતા કારની ડિલીવરી કરવાને બદલે ભરતે વાયદા કરવાનું શરૂ કરી આગમના નામની સેન્ટ્રો કાર નં. જીજે-5 આરપી-9851 ની આર.સી બુક ઘરે મોકલાવી હતી. જો કે આશ્ચર્યની બાબત એ છે કે ક્વીડને બદલે સેન્ટ્રો કારની આર.સી બુક મોકલાવી હતી પરંતુ કારની ડિલીવરી આપી ન હતી અને ઇન્સ્યુરન્સ કંપનીમાંથી કોલ આવ્યો ત્યારે આગમને જાણ થઇ હતી કે સેન્ટ્રો કારનું એક્સિડન્ટ થયું છે. જેથી ભરત વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા ભરત જોષીને ડિટેઇન કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read