HomeNewsવેસુના ટ્રાવેલ એજન્ટ સાથે ઠગાઇ : ફ્લાઇટ અને હોટલ બુકીંગનું ક્વોટેશન મંગાવી...

વેસુના ટ્રાવેલ એજન્ટ સાથે ઠગાઇ : ફ્લાઇટ અને હોટલ બુકીંગનું ક્વોટેશન મંગાવી ભેજાબાજે રૂ. 82,500 પડાવ્યા



– ક્વોટેશન બાદ આંગડીયામાં પેમેન્ટ મોકલાવ્યું છે કહી પેમેન્ટ આવ્યું છે તેવો કોલ કરી વિશ્વાસ કેળવ્યોઃ મુંબઇની હોટલમાં સંબંધી ફસાયા છે કહી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરાવી ખેલ કર્યો

સુરત,તા.20 ડિસેમ્બર 2022,મંગળવાર

સુરતના ન્યુ સિટીલાઇટ રોડના સેન્ટ્રલ પ્લાઝામાં ટ્રાવેલ ટીક નામના ટ્રાવેલ એજન્ટને વ્હોટ્સએપ પર ફ્લાઇટ અને હોટલ બુકીંગનું ક્વોટેશન મંગાવ્યા બાદ બે એર ટિકીટ અને મુંબઇમાં સંબંધી હોટલમાં ફસાયા છે કહી ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરાવી આંગડીયા મારફતે પેમેન્ટ મોકલાવના નામે રૂ. 82,500 ની ઠગાઇ કર્યાની ફરીયાદ અલથાણ પોલીસમાં નોંધાય છે. 

સુરતના ન્યુ સિટીલાઇટ રોડ સ્થિત સેન્ટ્રલ પ્લાઝમાં આવેલી ટ્રાવેલ ટીક નામે ટ્રાવેર્લ્સનો ધંધો કરનાર આયુષ સુરેન્દ્ર મોદી (ઉ.વ. 28 રહે. નંદિની-3, વીઆઇપી રોડ, વેસુ) પર ગત 9 ડિસેમ્બરે ડોમેસ્ટીક ફ્લાઇટ અને હોટલ બુકીંગના ક્વોટેશનનો મેસેજ આવ્યો હતો. આયુષે રૂ. 1.49 લાખનું ક્વોટેશન આપ્યા મેસેજ કરનાર રાહુલ નામની અજ્ઞાત વ્યક્તિએ આંગડીયા મારફતે પેમેન્ટ મોકલાવે છે એમ કહી મોબાઇલ નંબર આપ્યો હતો. ગણતરીની મિનીટ બાદ આંગડીયામાંથી આયુષ પર કોલ આવ્યો હતો કે રૂ. 1.49 લાખનું પેમેન્ટ આવ્યું છે અને બીજા રૂ. 41 હજાર કે. કાંતીલાલ આંગડીયામાં આવ્યા છે. આ રીતે વિશ્વાસ કેળવી રાહુલ નામના ભેજાબાજે મુંબઇથી અમદાવાદની ફ્લાઇટની બે ટિકીટનું બુકીંગ કરાવ્યું હતું. ત્યાર બાદ મુંબઇની હોટલમાં સંબંધી ફસાયા છે અને પેમેન્ટ કરવાનું છું એમ કહી બારકોડ મોકલાવતા પ્રથમ રૂ. 35 હજાર અને ત્યાર બાદ રૂ. 50 હજારનું ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યુ હતું. પેમેન્ટ માટે જે નંબર પરથી આંગડીયા નામે કોલ આવ્યો હતો તેના પર કોલ કરતા ફોન બંધ હતો.

See also  दवाओं की ऑनलाइन बिक्री पर कसी जा सकती है नकेल, ई-फार्मेसी को लेकर सख्त नियम बनाने की तैयारी में मंत्रालय | कारोबार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read