HomeNewsવેકેશનમાં સુરતીઓએ બહાર ફરવા સાથે સુરતમાં પણ મનોરંજન સ્થળ હાઉસ ફુલ

વેકેશનમાં સુરતીઓએ બહાર ફરવા સાથે સુરતમાં પણ મનોરંજન સ્થળ હાઉસ ફુલ


– પાલિકાના ઝૂ, એક્વેરિયમ અને ગોપી તળાવમાં નવ દિવસમાં બે લાખ લોકોએ મુલાકાત લીધી

– સુરતના સરથાણા ઝૂ માં સૌથી વધુ એક લાખ મુલાકાતી, એકવેરિયમમાં 21936 જ્યારે ગોપી તળાવમાં 72943 લોકોએ મુલાકાત લીધી

સુરત, તા. 30 ઓક્ટોબર 2022 રવિવાર

દિવાળી વેકેશન સાથે જ સુરતીઓ વિદેશ કે અન્ય રાજ્યમાં ફરવા ઉપડી જાય છે જેના કારણે સુરત શહેર અડધું જેટલું ખાલી થઈ ગયું છે. પરંતુ સુરતમાં   વેકેશન દરમિયાન રહેલા સુરતીઓ પણ હરવા ફરવાની જગ્યા હાઉસ ફુલ કરી રહ્યાં છે. વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક ( પ્રાણી સંગ્રહાલય), એક્વેરિયમ અને ગોપી તળાવમાં માત્ર નવ જ દિવસમાં બે લાખ મુલાકાતી આવ્યા હતા જેના કારણે પાલિકાને 59.38 લાખની આવક થઈ છે.

See also  बसपा प्रमुख मायावती ने भतीजे आकाश को फिर घोषित किया उत्तराधिकारी | प्रादेशिक News

હાલમાં પડેલા વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે. લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

હાલમાં દિવાળી  વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકા નું પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યો છે. 21 ઓક્ટોબર થી 29 ઓક્ટોબર સુધીમાં સુરત પાલિકાના નેચર પાર્કમાં 100454 લોકો મુલાકાતે આવ્યા હતા તેના કારણે પાલિાકને 28.51 લાખ રુપિયાની આવક થઈ હતી. જેમાં 25- 26 અને 27 ઓક્ટોબરના રોજ વીસ  હજાર કરતાં વધુ મુલાકાતીઓ આવ્યા હતા તેમાં 26મીએ સૌથી વધુ 24288 મુલાકાતીઓ આવ્યા હતા.

See also  વિદ્યાર્થીઓના રોષને પગલે યુનિ.ની હોસ્ટેલમાં મેસ ફીમાં વધારો સ્થગિત

આ દિવાળી વેકેશનમાં સુરતના નેચર પાર્ક માં કીડિયારું ઉભરાતું હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. તેવી જ રીતે સુરતની મધ્યમાં આવેલા ઐતિહાસિક ગોપી તળાવ પણ મુલાકાતીઓથી ઉભરાઈ રહ્યા છે. દિવાળી વેકેશનના નવ દિવસમાં ગોપી તળાવમાં 59896 પુખ્ત અને 13047 બાળકો મળી કુલ 72943 મુલાકાતીઓ આવતાં ગોપી તળાવમાં 13.28 લાખની આવક થઈ હતી. 

ગોપી તળાવ અને નેચર પાર્ક ની જેમ પાલ ખાતે આવેલો મહાનગરપાલિકાનું એક્વેરિયમ પણ સુરતીઓ માટે હોટફેવરિટ બની રહ્યું છે.  દિવાળી વેકેશન દરમિયાન  પાલ ખાતેના પાલિકાના એક્વેરિયમમાં 31836 મુલાકાતીઓ આવ્યા હતા જેના કા઱ણે પાલિાકએ 17.59 લાખની આવક થઈ હતી. આમ દિવાળી  વેકેશનના માત્ર નવ દિવસમાં જ સુરત પાલિકાના ત્રણ હરવા ફરવાના સ્થળે બે લાખ જેટલા લોકો આવતાં પાલિકાને 59 લાખ જેટલી આવક થઈ છે. 

See also  યુવાન અડધી રાતે ઊંઘમાંથી ઉઠીને ચાલવા લાગતા ત્રીજા માળેથી પટકાતા મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read