HomeNewsવૃદ્ધ દંપતીને માર મારી રીક્ષા ચાલક, ત્રણ સાગરીતે રોકડા રૂ.12,500 લૂંટી લીધા

વૃદ્ધ દંપતીને માર મારી રીક્ષા ચાલક, ત્રણ સાગરીતે રોકડા રૂ.12,500 લૂંટી લીધા


ઉધના દરવાજાથી ગોપીપુરા જઈ રહેલા દંપતી પૈકી વૃદ્ધનો મોબાઈલ સાદો હોય ફેંકીને કાચ તોડી નાંખી ડીકેએમ સર્કલ જવાના રસ્તા ઉપર સુમસામ જગ્યાએ ઉતારી દીધા

ભરચક નવસારી બજારમાં ચાલુ રીક્ષાએ લૂંટ કરનાર ટોળકીને સલાબતપુરા પોલીસે ઝડપી લીધી

Updated: Jan 9th, 2023

– ઉધના દરવાજાથી ગોપીપુરા જઈ રહેલા દંપતી પૈકી વૃદ્ધનો મોબાઈલ સાદો હોય ફેંકીને કાચ તોડી નાંખી ડીકેએમ સર્કલ જવાના રસ્તા ઉપર સુમસામ જગ્યાએ ઉતારી દીધા

– ભરચક નવસારી બજારમાં ચાલુ રીક્ષાએ લૂંટ કરનાર ટોળકીને સલાબતપુરા પોલીસે ઝડપી લીધી

સુરત, : નવસારી કુળદેવીના દર્શન કરી સુરત પરત ફરી ઉધના દરવાજાથી ગોપીપુરા ઘરે જતા વૃદ્ધ દંપતીને ભરચક નવસારી બજારમાં ચાલુ રીક્ષાએ માર મારી રોકડા રૂ.12,500 લૂંટી લેનાર રીક્ષા ચાલક અને સાગરીતોને સલાબતપુરા પોલીસે ઝડપી લીધા છે.

See also  बाइक सवार युवक ने की ट्रैफिक पुलिस से बदसलूकी

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના ગોંડલના વતની અને સુરતમાં ગોપીપુરા સુભાષચોક સહસ્ત્રફણા જૈન દેરાસરની ગલીમાં પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ ઘર નં.405 માં રહેતા અને અગાઉ સોનીકામ કરતા 68 વર્ષીય મહેન્દ્રભાઈ કાંતિલાલ પારેખ હાલ પત્ની પ્રેમીલાબેન સાથે ઘરે સાડી ઉપર સ્ટોન લગાડવાનું કામ કરે છે.ગત શનિવારે તે પત્ની સાથે નવસારી કુળદેવીના દર્શને ગયા હતા અને સાંજે સાત વાગ્યે સુરત પરત ફરી ઉધના દરવાજા ઉતરી નવસારી બજાર જવાના રસ્તા ઉપર ઘરે જવા માટે રીક્ષાની રાહ જોતા હતા ત્યારે એક રીક્ષા ચાલકે આવી કાકા ક્યાં જવાના તેમ પૂછ્યું હતું.જોકે, રીક્ષામાં પાછળ ત્રણ પેસેન્જર બેસેલા હોય મહેન્દ્રભાઈએ અમે બીજી રીક્ષા કરી લઈશું.પરંતુ રીક્ષા ચાલકે પાછળના બે પેસેન્જરને પોતાની આજુબાજુ બેસાડી મહેન્દ્રભાઈ અને તેમના પત્નીને પાછળ બેસાડયા હતા.

See also  વતનના યુવક-યુવતીના પ્રેમસંબંધમાં રત્નકલાકાર અને મિત્રનું પોલીસના સ્વાંગમાં અપહરણ


રીક્ષા થોડે દૂર ગઈ તે સાથે જ આગળ ચાલકની બાજુમાં બેસેલા બે પેસેન્જરે પાછળ ફરી ચાલુ રીક્ષાએ મહેન્દ્રભાઈ અને તેમના પત્નીને માર મારી મહેન્દ્રભાઈના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ.12,500 લૂંટી લીધા હતા.બાજુમાં બેસેલા પેસેન્જરે તેમના શર્ટના ખિસ્સામાથી મોબાઈલ ફોન કાઢ્યો હતો પણ તે સાદો કીપેડનો હોય રીક્ષામાં ફેંકી તેનો કાચ તોડી ડીકેએમ સર્કલ જવાના રસ્તા ઉપર મસ્જીદની ગલીમાં સુમસામ જગ્યાએ લઈ જઈ અંધારામાં ઉતારી ફરી માર મર્યો હતો અને ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે મહેન્દ્રભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ભરચક નવસારી બજારમાં ચાલુ રીક્ષાએ લૂંટ કરનાર ટોળકીને ઝડપી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read