HomeNewsવીમાના 16 લાખ રિલિઝ કરવાનું કહી ઠગ ટોળકીએ રૂ.77 લાખ પડાવી લીધા

વીમાના 16 લાખ રિલિઝ કરવાનું કહી ઠગ ટોળકીએ રૂ.77 લાખ પડાવી લીધા


  • મેક્સ લાઇફ વીમા કંપનીના નામે કોલ કરી નાણાં ટ્રાન્સફર કરાવ્યા
  • પાલમાં રહેતા હીરા વેપારી સાઇબર ક્રાઇમનો શિકાર બનતા પોલીસ ફરિયાદ
  • ઠગાઇનો અહેસાસ થતા શૈલેશ સાવલિયાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

પાલમાં રહેતા હીરા વેપારીને માતાના વીમાના 16 લાખ રિલિઝ કરવાના બહાને ઠગ ટોળકીએ વિવિધ ચાર્જ પેટે રૂપિયા 77 લાખ ઓનલાઇન પડાવી લીધા હતા. જે અંગે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દર્જ થઇ છે.

મળતી વિગતો પ્રમાણે પાલમાં સંજીવકુમાર ઓડિટોરિયમ પાસે શ્રીપદ અનંતા ખાતે રહેતા શૈલેષ જયંતિભાઇ સાવલિયા (ઉ.વ.39, મુળ અમરેલી) હીરા વેપારી છે. ગત સપ્ટેમ્બર માસમાં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મેક્સ લાઇન ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસર તરીકે આપી હતી. આ રીતે વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવ્યો હતો. તે વ્યક્તિએ શૈલેષભાઇને તેમની માતાના મેક્લ લાઇફ ઇન્સ્યોરન્સના નાણા 16.28 લાખ મળવાપાત્ર છે એ આ રકમ મેળવવા માટ યશ બેંકનો એકાઉન્ટ નંબર આપી રૂપિયા 42,115 ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ભારતીય વીમા વિનિયામક ઔર પ્રાધિકરણના લેટર પેડ પર એક નોટિસ ઓફ ફન્ડ ક્લિયરન્સનો લેટર વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. ત્યારબાદ ટ્રાન્સફર ફી પેટે તથા વિવિધ ક્લીયરન્સ પેટે નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ રીતે ઇન્સ્યોરન્સની રકમ રિલિઝ કરવાના બહાને રૂા.77.03 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી 16.28 લાખ રિલિઝ કર્યા ન હતા. ભેજાબાજોએ નાણાં મળ્યા અંગેની બનાવટી નોટિસો પણ મોકલી આપી હતી. ઠગાઇનો અહેસાસ થતા શૈલેશ સાવલિયાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

See also  ધાર્મિક યાત્રાના નામે શ્રધ્ધાળુંઓને ચૂનો લગાવ્યો હતો: શ્રવણ તીર્થ યાત્રાના નામે લાખ્ખોની ઠગાઇમાં ટ્રાવેલ એજન્સી સંચાલક મહિલાની ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read