HomeNewsવિરારમાં સોનાચાંદીની રિફાઇનરી ચલાવતા યુવાનને રીક્ષામાં આગળ પાછળ બેસાડી ચાલક-ત્રણ સહપ્રવાસી રૂ.58...

વિરારમાં સોનાચાંદીની રિફાઇનરી ચલાવતા યુવાનને રીક્ષામાં આગળ પાછળ બેસાડી ચાલક-ત્રણ સહપ્રવાસી રૂ.58 હજાર સેરવી ફરાર



– વેપારી ભાગળથી રેલવે સ્ટેશન જવા રીક્ષામાં બેસ્યા ત્યારે અગાઉથી પાછળની સીટ પર એક વૃદ્ધ સહિત ત્રણ પ્રવાસી હોય ચાલકે પોતાની બાજુમાં બેસાડયા હતા 

– ફાવતું નથી કહી ચાલકે વેપારીને પાછળ બેસાડી એક પ્રવાસીને આગળ બેસાડયો હતો પણ આગળ પોલીસ છે કહી તેને પાછળ મોકલી ટોળકીએ રસ્તામાં વેપારીની બેગ ફાડી પૈસા સેરવી લીધા 

સુરત,તા.19 ઓક્ટોબર 2022,બુધવાર 

સુરત ખરીદી માટે આવેલા મુંબઈના વિરારમાં સોનાચાંદીની રિફાઇનરી ચલાવતા યુવાનને રીક્ષામાં આગળ પાછળ બેસાડી ચાલક-ત્રણ સહપ્રવાસી રૂ.58 હજાર સેરવી ફરાર થઈ જતા મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના વિરાર ખાતે ગોકુલ ટાઉનશીપ એકલવ્ય સોસાયટીમાં રહેતા 42 વર્ષીય કુલદીપભાઈ વિજયભાઈ જરંડીકર વિરાર રેલવે સ્ટેશનની બહાર બજારવાડમાં એકતા મંજીલ ખાતે જય ભવાની નામે સોનાચાંદી રિફાઇન કરવાનું કામ કરે છે.ગત 11 મી ની સવારે તે ટ્રેનમાં સુરત ખરીદી માટે આવ્યા ત્યારે સાથે રૂ.70 હજાર લઈને આવ્યા હતા.ખરીદી કર્યા બાદ નવસારી બજાર ખાતે રહેતા પરિચિત ધર્મરાજ કારંડેને મળી કુલદીપભાઈ બાકી પૈસા રૂ.58 હજાર લઈ સાંજે રીક્ષામાં ભાગળ પહોંચ્યા હતા અને ત્યાં મોહનની મિઠાઈમાંથી મીઠાઈ ખરીદી ભાગળથી રીક્ષામાં સ્ટેશન જવા નીકળ્યા ત્યારે તેમાં પહેલેથી ત્રણ મુસાફરો પાછળ બેસેલા હતા.આથી રીક્ષા ચાલકે તેમને આગળ પોતાની બાજુમાં બેસાડયા હતા.

See also  યુવક-યુવતીએ લગ્નની કંકોત્રીમાં સમાજને સપ્તપદીના સાત વચનો આપ્યા: રાષ્ટ્રગીતથી રિશેપશનની શરૂઆત

જોકે, થોડે દૂર ગયા બાદ રીક્ષા ચાલકે ફાવતું નથી કહી તેમને પાછળ બેસાડી એક મુસાફરને આગળ બેસાડયો હતો.થોડે દૂર જઈ ચાલકે આગળ પોલીસ છે કહી તેને પાછળ મોકલી દીધો હતો.રસ્તામાં કુલદીપભાઈની બાજુમાં બેસેલા 60 વર્ષના અને 20 થી 25 વર્ષના બે મુસાફરોએ તેમને બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ કર્યા હતા.બાદમાં રીક્ષા ચાલક તેમને અમિષા ચાર રસ્તા પાસે ઉતારી ચાલ્યો ગયો હતો.રેલવે સ્ટેશન પહોંચી કુલદીપભાઈએ જેમાં પૈસા હતા તે લીલા રંગની બેગ ખોલી જોયું તો તેમાં રૂ.58 હજાર નહોતા આને  બેગ ડાબી બાજુથી ફાટેલી હતી.બનાવ અંગે કુલદીપભાઈએ ગતરોજ રીક્ષા ચાલક અને સાગરીતો વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

See also  सूरत : अब उद्योग में भारत के मॉडल का युग आ गया है: केंद्रीय मंत्री मनसुख मंडाविया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read