HomeNewsવિના મુલ્યે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ મળતી હોવા છતાં સુરતીઓ ઉદાસિન

વિના મુલ્યે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ મળતી હોવા છતાં સુરતીઓ ઉદાસિન


Updated: Jan 19th, 2023


– નવા બોરવેલ કે હયાત બોરવેલ માટે ખાનગી સોસાયટીને ખર્ચ ન હોવા છતાં હજી સુધી નવ ઝોનમાથી એક માત્ર અરજી

– હાલમાં પાલિકાની 371 અને શિક્ષણ સમિતિની 35 શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત છે : ઉધના બી ઝોનમાં ૭૦ મિલકતોમાં ગ્રાઉન્ડ વાટર રિચાર્જ સિસ્ટમ ડેવલપ કરવા માટેના ૨૪ લાખના ખર્ચના અંદાજને બહાલી

સુરત,તા.19 જાન્યુઆરી 2023,ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિમાં આજે ઉધના બી ઝોનમાં ૭૦ મિલકતોમાં ગ્રાઉન્ડ વાટર રિચાર્જ સિસ્ટમ ડેવલપ કરવા માટેના ૨૪ લાખના ખર્ચના અંદાજ ને બહાલી આપવામાં આવી હતી. સુરત પાલિકાની ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ ડેવલપ કરવાની યોજના ખાનગી મિલકત માટે લગભગ વિના મુલ્યે જેવી જ હોવા છતાં સુરતીઓ આ યોજનાનો લાભ લેવામાં ઉદાસિનતા દાખવી રહ્યા છે. સુરત પાલિકાએ મે 2022માં આ યોજના જાહેર કરી હતી પરંતુ પાલિકાના નવ ઝોનમાંથી એક માત્ર રાંદેર ઝોનમાંથી આ યોજના હેઠળ એક જ અરજી પાલિકાને મળી છે. ભૂર્ગભ જળને ઉંચા લાવવા માટે આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તે માટે પાલિકા પ્રયાસ કરી રહી છે. 

See also  ભેસ્તાનમાં ચારથી પાંચ કુતરા કરડી જતા બાળકનું મોત

સુરત શહેરમાં જળ સ્તર ઉંચુ આવે અને જળ સ્ત્રોતને સુધારવા માટે ૧૦૦ ચો.મી. અને ૫૦ ચો.મી. ક્ષેત્રફળનું ટેરેસ ધરાવતા ઘરો અને એપાર્ટમેન્ટ માટે નવી ડિઝાઇન મુજબ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી પાલિકાએ અમલમાં મૂકી છે. આ પોલીસી માટે રાજ્ય સરકારની 35 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે સુરત પાલિકાએ પણ આ માટે 10 કરોડની ગ્રાન્ટ જાહેર કરી છે. મે 2022માં આ યોજના જાહેર કરવામાં આવી હતી પરંતુ એક માત્ર રાંદેર ઝોન માંથી એક સોસાયટી દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે પાલિકા ને અરજી કરવામાં આવી છે. પાલિકાની ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ ડેવલપ કરવાની યોજના ખાનગી મિલકતો માટે વિવિધ ગ્રાન્ટને કારણે લગભગ વિના મુલ્યે થઈ શકે તેમ હોવા છતાં કોઈ સોસાયટી હજી આગળ આવતી નથી,. 

See also  गुजरात  : जूनागढ़ में भारती आश्रम के शिष्य राज भारती बापू ने खुद को गोली मारकर आत्महत्या कर ली

હાલમાં પાલિકાની ૩૭૧ મિલ્કત શિક્ષણ સમિતિની ૩૫ શાળા મળી પાલિકાની 406 મિલ્રેકતમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. દરમિયાન આજે ઉધના બી ઝોનમાં ૭૦ મિલકતોમાં ગ્રાઉન્ડ વાટર રિચાર્જ સિસ્ટમ ડેવલપ કરવા માટેના ૨૪ લાખના ખર્ચના અંદાજને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં હવે આ યોજનાનો મહત્તમ લાભ લે તે માટે પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read