HomeNewsવિદેશમાં વસતા ભારતીયોએ ધનતેરસમાં ડોલર સાથે ભારતીય રુપિયા અને સોના-ચાંદીની કરી પૂજા

વિદેશમાં વસતા ભારતીયોએ ધનતેરસમાં ડોલર સાથે ભારતીય રુપિયા અને સોના-ચાંદીની કરી પૂજા


સુરત, તા. 23 ઓક્ટોબર 2022 રવિવાર

સુરત ગુજરાત કે ભારત છોડીને વિદેશ ગયેલા ભારતીયો તહેવારની ઉજવણી કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી. આપણી જેમ વિદેશમાં વસતા ભારતીયોએ પણ ધનતેરસ ની પૂજા ભારે ઉત્સાહથી કરી હતી. આપણી અને તેઓની પૂજામાં એક ફરક નજરે પડ્યો હતો તે એ હતો કે તેઓએ ભારતીય પૈસા અને સોના ચાંદી સાથે સાથે ત્યાંના દેશના ડોલરની પણ પૂજા કરી હતી.

સુરત અને ગુજરાત છોડીને અનેક ગુજરાતીઓ કેનેડા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને આફ્રિકા સહિતના અનેક દેશમાં વસવાટ કરે છે. વિદેશમાં રહીને પણ ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિને ભુલ્યા નથી. આપણે ત્યાં કેટલાક યંગસ્ટર્સ પરંપરાગત તહેવારની ઉજવણી થી દુર ભાગી રહ્યાં છે તો બીજી તરફ વિદેશમાં માતા પિતા વિના રહેતા યંગસ્ટર્સ ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે તેઓ ભારતીય પરંપરા ની જાળવણી કરીને હિન્દુ તહેવાર શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરી રહ્યાં છે.  વિદેશમાં રહેતાં ભારતીય સ્ટુડન્ટે હાલમાં જ ગણપતિની સાથે નવરાત્રી ની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરી હતી.

See also  सूरत : पीएम मित्र मेगा टेक्सटाइल पार्क योजना नवसारी की कायापलट करेगी : सी.आर. पाटिल | सूरत

હાલમાં  કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે અનેક સ્ટુડન્ટ ગયાં છે તેઓ પોતાનું ગ્રુપ બનાવીને અભ્યાસ કરે છે અને સાથે રહે પણ છે. આ યંગસ્ટર્સ વિદેશી રંગમાં રંગાવા ના બદલે પોતાની સંસ્કૃતિને ભુલ્યા નથી ઉલ્ટાનું ત્યાંના લોકોને ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરીને તેઓને ભારતીય તહેવારની ઉજવણીમાં જોડી રહ્યા છે. અનેક વિદેશીઓ ભારતીયના ગરબે ઘૂમ્યા હતા તેવી જ રીતે દિવાળીની ઉજવણી પણ કરી રહ્યાં છે. 

આપણે ધનતેરસની પુજા કરી તેવી જ રીતે મુર્હુત જોઈને વિદેશમાં રહેતા ગુજરાતીઓએ ધનતેરસ ની પૂજા કરી હતી. પોતાના ઘરમાં બનાવેલા મંદિરમાં તેઓએ સોના-ચાંદીના દાગીના સાથે ભારતીય રૂપિયા ની પુજા કરવા સાથે જ્યાં તેઓ વસવાટ કરે છે તેવા દેશનું ચલણ એવા ડોલરની પણ પૂજા કરી હતી. 

See also  સચિન કપ્લેથા ચેકપોસ્ટ પરથી 60 લાખના એમ.ડી. સાથે નાનપુરાના ચાર ઝડપાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read