HomeNewsવર્ષ 2023-24 માટે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૂ. 731.55 કરોડનું બજેટ...

વર્ષ 2023-24 માટે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રૂ. 731.55 કરોડનું બજેટ મંજૂર– વિપક્ષે કેટલાક મુદ્દે વિરોધ નોંધાવી કામગીરી સમયસર થાય તેવી માગણી કરી

– શિક્ષણ સમિતિમાં સ્માર્ટ સ્કૂલ ની કામગીરી પર ભાર મુકાયો સ્માર્ટ સ્કૂલ માટે આગામી વર્ષે 50 કરોડની જોગવાઈ ઃ હાલમાં  25 કરોડના ખર્ચે  20 સ્માર્ટ સ્કૂલ બની રહી છે

સુરત,તા.26 ડિસેમ્બર 2022,સોમવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2023-24 માટે રૂ. 731.55 કરોડનું બજેટ સામાન્ય સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2022-23 માટેનું મૂળ બજેટ 615  કરોડનું હજુ તેંમાં સુધારા વધારા સાથે 630.30 કરોડનું કરવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિએ આ બજેટમાં સ્મર્ઠ સ્કુલ પર ભાર મુક્યો છે. આ વર્ષે સ્માર્ટ સ્કુલ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી હતી પરંતુ આગામી વર્ષે સ્માર્ટ સ્કુલ માટે 50 કરોડની જોગવાઈ કરવામા આવી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત હસ્તકની 35 સ્કુલ શરૂ કરવા માટે પણ  બજેટમાં જોગવાઈ કરવામા ંઆવી છે.

See also  दवाओं की ऑनलाइन बिक्री पर कसी जा सकती है नकेल, ई-फार्मेसी को लेकर सख्त नियम बनाने की तैयारी में मंत्रालय | कारोबार

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની બેઠક આજે યોજાઈ હતી. શુક્રવારે શિક્ષણ સમિતિની બજેટની  બેઠક રાખવામા આવી હતી પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે મુલત્વી રાખવામા આવેલી બેઠક આજે રાખવામા આવી હતી. શિક્ષણ સમિતિની બજેટની બેઠકમાં વર્ષ 2022 23નાનું મુળ બજેટ 315 કરોડનું  અધ્યક્ષ ધનેશ શાહે રજુ કર્યું હતું તેમાં સુધારા વધારા સ ાથે 630.30 કરોડનું બજેટ મંજુર કરાયું હતું. આ ઉપરાંત વર્ષ 2023-24 માટે અધ્યક્ષે 731.55 કરોડનું બજેટ રજુ કર્યું હતું. આ બજેટમાં રજુ કરવામા આવેલા કેટલાક મુદ્દાઓ પર વિરોધ કરવા સાથે કામગીરી સમયસર થાય તેવી માગણી કરવાની માગણી કરી હતી. આ વિરોધ વચ્ચે શિક્ષણ સમિતિનું બજેટ મંજુર કરવામા આવ્યં છે.

બજેટનો મોટા ભાગનો  હિસ્સો શિક્ષકોના પગર તથા અન્ય સુવિધા માટે ઉપયોગમા આવે છે. આ વર્ષે શિક્ષણ સમિતની સ્કુલને મોડલ સ્કુલ બનાવવા પર ભાર મુકવામા આવ્યો હતો. શિક્ષણ સમિતિમાં ગત વર્ષે 25 કરોડની જોગવાઈ સ્માર્ટ સ્કુલ માટે કરી હતી તેમાં તમામ ઝોન મળીને 20 સ્માર્ટ  સ્કુલ બનાવવામા આવી રહી છે અને મોટાભાગની સ્કુલની કામગીરી આગામી દિવસોમાં પુરી થાય તેમ છે. ત્યાર બાદ આગામી વર્ષે માટે સ્માર્ટ સ્કુલ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામા આવી છે. તબક્કાવાર રીતે તમામ સ્કુલને મોડલ સ્કુલ બનાવવામા આવશે તેવો દાવો સમિતિ અધ્યક્ષ દ્વારા કરવામા ંઆવ્યો હતો. 

See also  Katargam: Jharkhand Man Arrested For School Boy’s Suicide | Surat

શિક્ષણ સમિતિના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ માથા દીઠ 35 હજારનો ખર્ચ કરાશે 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલા 2022-23ના સુધારેલ અંદાજપત્રમાં વિદ્યાર્થી દીઠ વાર્ષિક 35000થી વધુ રૂપિયા ખર્ચ કરવા અંગેનો અંદાજ રજુ કરવામાં આવ્યો છે. જે ગત વર્ષની તુલના કરતાં અંદાજે 3500 રૂપિયા વધારે છેં. ચાલુ વર્ષે શાસકો દ્વારા સ્માર્ટ શાળા પર સૌથી વધુ  ભાર મુકવાની સાથે સાથે બાળકોને હાઈટેક શિક્ષણ મળી રહે તે માટેની પણ બજેટમાં સવિશેષ રૂપે જોગવાઈ કરવામાં આવી છે. જેને પગલે એક તબક્કે સને 2018-19માં વિદ્યાર્થી દીઠ સ્કુલ બોર્ડ દ્વારા જ્યાં 29,674નો ખર્ચ કરવામાં આવતો હતો તે હવે વધીને 35,775 સુધી પહોંચશે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, સને 2020-21ની તુલનામાં સને 2021-22માં વિદ્યાર્થી દીઠ વાર્ષિક ખર્ચમાં એકંદરે બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

See also  VIZZY ટ્રોફી: ઈન્ટર વેસ્ટ ઝોનમાં 130 યુનિવર્સિટીમાંથી સુરતના ફાસ્ટ બોલરની પસંદગી

સમિતિની સ્કુલમાં સોલાર પેનલ લગાવવાથી વીજ ખર્છ ઘટી શકે : વિપક્ષી સભ્ય

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બોર્ડમાં આજે વિપક્ષી સભ્યએ વિવિધ મુદ્દે વિરોધ કરવા સાથે સમિતિની સ્કુલમાં સોલાર પેનલ લગાવવા માટેની હકારાત્મક રજુઆત પણ કરી હતી. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે, સમિતિની સ્કુલમાં વાર્ષિક દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ લાઈટ બિલ પાછળ કરવામા આવે છે તેમા ઘટાડો થઈ શકે છે. સમિતિની સ્કુલોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામા આવે તો પર્યોવરણની જાળવણી સાથે સાથે વીજ બિલમાં પણ રાહત મળી શકે તેમ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read