HomeNewsવર્ષો જૂની દરગાહ-મંદિરનું મધરાતે ડિમોલિશન

વર્ષો જૂની દરગાહ-મંદિરનું મધરાતે ડિમોલિશન


  • રિંગ રોડ સહરા દરવાજા પર ટ્રાફિકને અડચણરૂપ બે દરગાહ અને એક મંદિર હટાવી રસ્તો ખુલ્લો કરાયો
  • રાતે 11:30થી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 1:30થી ડિમોલિશન
  • સવારે 4:00 સુધીમાં દબાણ દૂર કરી રસ્તો બનાવી દેવાયો

સુરત મહાપાલિકા અને સુરત શહેર પોલીસે શુક્રવારે રાતે સંયુક્તપણે રિંગરોડ પર ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કર્યા હતા. સહરા દરવાજા નજીક રસ્તાની મધ્યમાં આવેલી વર્ષો જૂની બે દરગાહ અને નવનિર્મિત સહરા દરવાજા ફલાયઓવરની વચ્ચે આવેલા માતાજીના મંદિરને પૂરી આસ્થાથી હટાવાયા હતા. અસામાજિક તત્ત્વો દ્વારા સામી દિવાળીએ શહેરમાં સહેજ પણ કોમી ઉશ્કેરણી કે કાંકરીચાળો નહીં થાય તે માટે ગુપ્ત ઓપરેશન પાર પડાયું હતું. પાલિકા દ્વારા મેઇન રોડ ઉપર સૌપ્રથમવાર દરગાહનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસ અને પાલિકા દ્વારા એટલી હદે જડબેસલાક કામગીરી અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે બે કલાકમાં બે દરગાહ અને એક મંદિરનું ડિમોલિશન કરી માત્ર 30 જ મિનિટમાં સ્થળ ઉપર ડામર રોડ બનાવી દેવામાં આવ્યો હતો. શહેરીજનો સવારે ઘરની બહાર નીકળે તે પહેલા આખું ઓપરેશન પૂરી દેવાયું હતું. પરોઢીયે ચાર વાગ્યા બાદ વાહનવ્યવહાર માટે રસ્તો રાબેતા મુજબ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ અને લઘુમતી સમાજના કેટલાકને તકેદારીના ભાગરૂપે ડિટેઇન કરી લેવાયા હતા. મળસકે ઓપરેશન પૂરું થયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.

See also  अमरोली में पशुपालकों ने दूध एकत्रित कर घी बनाया, घी से लड्डु बनाकर पशुओं को खिलाऐंगे

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read