HomeNewsવતનમાં ફરવા વાહન માંગવું નહિ પડે માટે સૌરાષ્ટ્રવાસીઓ ટુ-વ્હીલર સાથે જાય છે

વતનમાં ફરવા વાહન માંગવું નહિ પડે માટે સૌરાષ્ટ્રવાસીઓ ટુ-વ્હીલર સાથે જાય છે


-લઇ જવા-લાવવાનો ખર્ચ રૃા.1500થી 2000 દિવાળી
પહેલા જ સૌરાષ્ટ્રીયનોના હજારો ટુ-વ્હીલરો ટ્રાન્સપોર્ટમાં તેમના વતન પહોંચી ગયા

સુરત  

હીરા
ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોનું વેકેશન શરૃ થઈ ગયું છે. આ સાથે સૌરાષ્ટ્રવાસીઓએ
વતન નીકળવાનું પણ શરૃ કરી દીધું છે. વતનમાં હરવા ફરવા માટે વાહનની ખોટ નહીં પડે તે
માટે વાહનો ટ્રાન્સપોર્ટમાં પહોંચડાય છે.

વરાછા, કાપોદ્રા, અશ્વનિકુમાર અને કતારગામ વિસ્તારમાંથી ટેમ્પા અને ટ્રકોમાં ટુ-વ્હીલર
ચઢાવવાનું છેલ્લા બે દિવસથી શરૃ થઈ ગયું છે. હજુ બે-ત્રણ દિવસ વાહનો ભરીને
સૌરાષ્ટ્રના જુદાં જુદાં ગામોમાં મોકલવામાં આવશે.

દિવાળીની
ઉજવણી અને બાદમાંના લગ્નસરાની સિઝનને કારણે સૌરાષ્ટ્રવાસીઓ મહિનો સવા મહિનો વતનમાં
રોકાતા હોય છે. વેકેશન દરમિયાન ગામડે ગામડે કે સગા સંબંધીઓને મળવાનું કે ફરવા
જવાનું વારંવાર બનતું હોવાથી
,
વાહનની ખોટ નહીં પડે તે માટે સુરતથી વાહનો લઈ જવામાં આવે છે. આ ચલણ
વર્ષોથી છે.

See also  Surat :ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો

સુરતથી વાહનો
ટેમ્પા કે ટ્રકોમાં ભરીને રવાના કરવામાં આવે છે. એક વાહનને લઈ જવા અને લાવવાનો ખર્ચ
રુ
1500થી 2000 થાય છે. સુરતથી ચાર પાંચ દિવસમાં કેટલાં ટુ-વ્હીલર રવાનાં થાય છે,
તેનો કોઈ અંદાજ ટ્રાન્સપોર્ટર્સ પાસે નથી. આમછતાં, બધું મળીને લાખ સવા લાખ વાહનો સૌરાષ્ટ્ર પહોંચે છે.

વરાછા, કાપોદ્રા, અશ્વનીકુમાર, કતારગામ વિસ્તાર મળીને 35 થી 40 ટ્રાન્સપોર્ટર્સ વાહનો મોકલવાનું કામકાજ કરે
છે. એક ટ્રાન્સપોર્ટર્સ ક્રિપાલે વાતચીતમાં જણાવ્યું કે
, સુરતથી
રવાના થયેલાં વાહનો નવેમ્બરની તા.
10મી પછી પરત આવવાનું શરૃ
થશે.

સૌરાષ્ટ્રના
ભાવનગર
, ગારીયાધાર,
પાલીતાણા, કુંભણ-ખાખરીયા સહિતના અન્ય જુદાં જુદાં
ગામડાઓમાં રસ્તાઓ ઉપર વેકેશન દરમિયાન જીજે-ફાઇવ વાહનો ફરતા દેખાશે. હજારો વાહનો સુરતથી
મોકલવામાં આવી રહ્યા હોવાથી
, અહીં ગલી-મોહલ્લા અને એપાર્ટમેન્ટોની
પાકગની જગ્યાઓ થોડાં દિવસ માટે ખાલીખમ થઈ જશે.

See also  उका तरसाडिया यूनिवर्सिटी में ग्रीनमैन विरल देसाई का हुआ सेमिनार

ઘણાં સૌરાષ્ટ્રીયનો ગુ્રપ રસ્તા માર્ગે પણ વાહનો લઈને નીકળે છે

માત્ર
ટુ-વ્હીલર સુરતથી સૌરાષ્ટ્ર પહોંચે છે
, એવું નથી. ફોર-વ્હીલ પણ મોટી સંખ્યામાં
સૌરાષ્ટ્ર પહોંચી જાય છે. ટ્રાન્સપોર્ટમાં મોકલવાનો ખર્ચ નહીં કરવા માંગતા વાહન
માલિકો ગ્પમાં ટુ-વ્હીલર લઈને સૌરાષ્ટ્ર પહોંચી જાય છે. આવું ઘણાં કરે છે. વતન ફોર
વ્હીલ લઈ જવાનું ચલણ પણ આમતો
, વર્ષોથી છે, અને સૌરાષ્ટ્રવાસીઓ વારંવાર વતન આંટાફેરા કરતાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read