HomeNewsવકીલની ઓફિસમાં દારૂ-જુગાર ક્લબ શરૂ કરનાર મનીષ કુકરીનો સાગરીત પકડાયો

વકીલની ઓફિસમાં દારૂ-જુગાર ક્લબ શરૂ કરનાર મનીષ કુકરીનો સાગરીત પકડાયો


વકીલને રોજનું રૂ.5000 ભાડું અપાતું હતું

ભાવીન નાકરાણીને પીસીબીએ અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ સામેથી ઝડપી કાપોદ્રા પોલીસને સોંપ્યો

Updated: Jan 13th, 2023

– વકીલને રોજનું રૂ.5000 ભાડું અપાતું હતું

– ભાવીન નાકરાણીને પીસીબીએ અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ સામેથી ઝડપી કાપોદ્રા પોલીસને સોંપ્યો

સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ખાતાના ચોથા માળે આવેલી વકીલની વિશાળ ઓફિસમાં વકીલને રોજનું રૂ.5000 ભાડું આપી દારૂ-જુગારની ક્લબ શરૂ કરનાર કુખ્યાત મનીષ કુકરીના ત્રણ સાગરીતો પૈકી એકને પીસીબીએ અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ સામેથી ઝડપી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ખાતાના ચોથા માળે આવેલી વકીલની વિશાળ ઓફિસમાં કાપોદ્રા પોલીસે ગત ત્રીજીની સાંજે રેઈડ કરી ત્યાં ધમધમતી જુગાર-દારૂની ક્લબમાંથી જુગાર રમતા છ જુગારી અને વકીલ પ્રશાંતકુમાર ધરમશીભાઈ પટેલ ( ઉ.વ.41, રહે.મકાન નં. બી-1204, રીવર હેવન, મોટા વરાછા, સુરત ) સહિત 7 ને ઝડપી પાડી રોકડા સહિતના સાધનો કબજે કર્યા હતા.પોલીસને જોઈ સાતથી આઠ જુગારીની સાથે ક્લબ ચલાવતા કુખ્યાત મનીષ કુકરીના ત્રણ સાગરીતો રાહુલ બોરડા ( રહે. તાપી દર્શન સોસાયટી, કાપોદ્રા, સુરત ), ભાવીન ઉર્ફે બાડો નાકરાણી ( રહે.સુરત ) અને રોનક ઉર્ફે પરી ( રહે.સુરત ) ભાગી ગયા હતા.વકીલે ક્લબ માટે પોતાની ઓફિસ રોજના રૂ.5 હજારના ભાડેથી આપી હતી.

See also  સુરતમાં એક હીરા કંપની દ્વારા પોતાના રત્નકલાકારોને અનોખી ભેટ અપાઇ


દરમિયાન, પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણી અને જયેન્દ્રસિંહ હિંમતસિંહને મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે ગતરોજ અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ સામેથી ભાવીન ઉર્ફે ભાવીન બાડો કલ્યાણભાઈ નાકરાણી ( ઉ.વ.31, રહે.ફ્લેટ નં.ડી/2/204, રોયલ ટાઉનશીપ, વાલક ગામ, સરથાણા, સુરત. મૂળ રહે.જાળીયા ગામ, અમરેલી ) ને ઝડપી તેનો કબજો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.ભાવીન ઉર્ફે ભાવીન બાડો અગાઉ વાહન ચોરી, હત્યા, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટિંગના કુલ ચાર ગુનામાં ઝડપાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read