HomeNewsલીવ ઇનમાં રહેતી લિંબાયતની મહિલાનો ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

લીવ ઇનમાં રહેતી લિંબાયતની મહિલાનો ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • એક વર્ષથી મહારાષ્ટ્રથી પરિચિત સાથે ભાગીને સુરત આવી ગઈ હતી
  • 33 વર્ષીય મહારાષ્ટ્રીયન મહિલાની રસોડામાં પંખે લટકતી લાશ મળી
  • આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી: લિંબાયત પોલીસ

લીવ ઇન રિલેશનશીપમાં રહેતી લિંબાયતની મહારાષ્ટ્રીયન મહિલાએ શુક્રવારે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક મહિલા એક વર્ષ અગાઉ મહારાષ્ટ્રથી પરિચિત યુવાન સાથે ભાગીને સુરત આવી ગઈ હતી.

મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહારાષ્ટ્રીયન મહિલાની શુક્રવારે બપોરે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મહિલાએ ઘરના રસોડામાં પંખાના હૂંક સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું લિંબાયત પોલીસ જણાવી રહી છે. જોકે, તેણીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, એમ પોલીસનું કહેવું છે.

See also  સુરતમાં કાપડના કારખાના બંધ થઈ જતા કામદારો વતનની વાટે ઊપડયા

પોલીસે વધુમાં કહ્યું હતું કે, મૃતક મહિલા એક વર્ષ અગાઉ પરિચિત યુવાન સાથે ભાગીને સુરત આવી ગઈ હતી અને લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. તેણીને સંતાનમાં એક 15 વર્ષની પુત્રી છે. જે તેણીના પતિ સાથે મહારાષ્ટ્રમાં રહે છે. મૃતક મહિલા જે પરિચિત યુવાન સાથે રહેતી હતી, તે મજૂરી કામ કરે છે. બનાવ અંગે પીએસઆઇ એમ. બી. ભગોરા તપાસ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read