HomeNewsલિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવેલ વૃદ્ધ મોતને ભેટ્યો

લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવેલ વૃદ્ધ મોતને ભેટ્યો


  • તબિયત લાથડતા 108 મારફત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
  • વૃદ્ધનું હૃદય ફાટી જવાને લીધે મોત થયાનું ડોક્ટરનું નિવેદન
  • બનાવને પગલે લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી

શનિવારે સવારે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવેલો પરવટ ગામનો વૃદ્ધ મોતને ભેટતા ચક્ચાર મચી ગઈ હતી. પોલીસ મથકના બાંકડા પર બેઠા બાદ વૃદ્ધને ખેંચ આવતા સ્મીમેરમાં ખસેડાયો હતો. જો કે, તબીબી સારવાર મળે તે પહેલા વૃદ્ધનું મોત થઈ ચૂક્યું હતું. બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ પરવટ ગામ ખાતે રબારીવાસમાં રહેતા રામદાસભાઈ મહાદેવ નિભોરે (ઉ.વ.42) શનિવારે સવારે લિંબાયત પોલીસ મથક ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ, રામદાસભાઈ ફરિયાદ આપે તે પહેલા તેમની તબિયત લથડી ગઈ હતી. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે 108માં સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત ર્યા હતા. પીઆઈ વી. એ. જોગરાનાએ જણાવ્યું હતું કે, રામદાસભાઈ ફરિયાદ કરવા માટે ઇન્વેની ઓફિસમાં ગયા હતા. ત્યારે અહી હાજર પોલીસકર્મી અન્ય વ્યક્તિની પુછપરછ કરી રહ્યાં હોય રામદાસભાઈને બાંકડા પર બેસવા કહ્યું હતું.

See also  सूरत : बच्चों को आवारा कुत्तों के काटने के बढ़ते मामलों के बीच महापौर यह उपद्रव दूर करने के दिए आदेश | सूरत

દરમિયાન ગણતરીની પાંચ મિનિટમાં તેમને ખેંચ આવી હતી. તેમની ગંભીર અવસ્થા જોઈ તાત્કાલિક 108ને બોલાવી સ્મીમેર હોસ્પિટલમાં રવાના કરાયા હતા. પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેઓ મૃત્યુ પામ્યાં હતા. સ્મીમેરમાં રામદાસભાઈનું પોસ્ટમોટર્સ કરાયું હતું. આ અંગે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. ઇલિયાસ શેખે જણાવ્યું હતું કે, પોસ્ટમોટર્સ દરમિયાન કઈજ શંકાસ્પદ જણાયું નથી. હૃદય ફાટી જવાને લીધે મોત થયું હોવાનું પોસ્ટમોટર્મ દરમિયાન જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read