HomeNewsલિંબાયત ઝોનના ઉમરવાડામાં પાલિકાની જગ્યા પર ખાનગી ટ્રસ્ટ ચાલતા પે એન્ડ પાર્ક...

લિંબાયત ઝોનના ઉમરવાડામાં પાલિકાની જગ્યા પર ખાનગી ટ્રસ્ટ ચાલતા પે એન્ડ પાર્ક પર સુરત પાલીકાએ તાળા લગાવ્યા


Updated: Dec 27th, 2022


– સુરત પાલિકાની બેદરકારીના કારણે છેલ્લા પાંચ વર્ષથી પાલિકાને આર્થિક નુકસાન થતું હતું

– ઉમરવાડા રધુકુળ માર્કેટની સામે પાલિકાએ અગાઉ કરેલી ફાળવણી રદ કરી હોવા છતાં કબજો હતો કોંગ્રેસ ભાજપના કોર્પોરેટરોની રજુઆત બાદ આજે લિંબાયત ઝોને ગેટ બંધ કરાવી સીલ કરી દીધો

સુરત,તા.27 ડિસેમ્બર 2022,મંગળવાર

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ઉમરવાડા રધુકુળ માર્કેટની સામે પાલિકાએ અગાઉ કરેલી ફાળવણી રદ કરી હોવા છતાં કબજો નહીં લેવાતા કોઈ સંસ્થાના નામના બોર્ડ લગાવી ખાનગી ધોરણે પે એન્ડ પાર્કના ઉઘરાણી કરવામા આવતી હોવાની ફરિયાદ બાદ આજે લિંબાયત ઝોન ઉંઘમાંથી જાગ્યું હતું અને ગેરકાયદે પે એન્ડ પાર્કના દરવાજા પર તાળા લગાવી સીલ કરી દેવામાં આવ્યું હતું. જોકે, પાલિકાની બેદરકારીના કારણે છેલ્લા પાંચ વર્ષથી પાલિકાને આર્થિક નુકસાન થતું હતું તેથી જવાબદારોને શોધીને તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ માગ થઈ રહી છે. 

See also  દેશ વિરોધી પ્રવૃત્તિની આશંકાને પગલે સુરત વાપીમાં NIAના દરોડા

લિંબાયત ઝોનમાં ટીપી નં. ૮ (ઉમરવાડા), ફા.પ્લોટ નં.૧૫૩ (ઓપન સ્પેશ) વાળી જગ્યા આશરે 3775 ચોરસ મીટર જેટલી જમીન વર્ષ 1980માં સુલેમાની ટ્રસ્ટ નામની સંસ્થાની અહીં કબ્રસ્તાન બનાવવાની માંગણી ધ્યાને રાખીને ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ ટ્રસ્ટ દ્વારા આ જગ્યાએ કબ્રસ્તાન હજી સુધી બનાવવામાં આવ્યું નથી. અહીં કબ્રસ્તાન નહીં બનાવી અન્ય કોઈ સંસ્થાને જગ્યાનો કબજો સોંપી દેવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ બાદ ટ્રસ્ટ જે હેતુ માટે જમીન ફાળવાઇ હતી તે મુજબ નો ઉપયોગ નિયત સમયમાં કરવામાં નિષ્ફળ રહયુ છે. તેમજ હેતુફેર કરી જમીનનો ઉપયોગ થઈ રહ્યો હોય આ ફાળવણી 2017માં ઠરાવ નં. ૮૧૩/૨૦૧૭ થી રદ કરી દેવાઇ હતી જેની જાણ કરી શહેરી વિકાસ વિભાગ દ્વારા લિંબાયત ઝોનને પત્ર લખીને આ જમીનનો કબજો લઇ લેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ લિંબાયત ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને જગ્યાનો કબજો લેવામાં આવ્યો પણ ન હતો. 

See also  अहमदाबाद : पासपोर्ट में छेड़छाड़ कर अमेरिका जा रहे पांच गिरफ्तार, एयरपोर्ट पुलिस ने की कार्रवाई

લિંબાયત ઝોનની આવી ગંભીર બેદરકારીના કારણે ઉમરવાડા વિસ્તારમાં આવેલી રધુકુળ માર્કેટની સામેની સોનાની લગડી જેવી જગ્યા પર કેટલાક લેભાગુ તત્વોએ પે એન્ડ પાર્ક શરૂ કરી દઈ ગેરકાયદે પૈસાનું ઉઘરાણી શરૂ કરી દીધું હતું. જો પાલિકા આ જગ્યાએ પોતે પે એન્ડ પાર્ક શરૂ કરે અથવા કોન્ટ્રાક્ટ આપે તો પાલિકાને મહિને પાંચ લાખથી વધુની આવક થાય તેમ છે. આ અંગેની રજૂઆત કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મ્યુનિ. કમિશ્નરને કરી હતી. ત્યાર બાદ ગઈકાલે સામાન્ય સભામાં ભાજપના નરેશ ધામેલીયાએ પણ આ જગ્યાનો કબ્જો લેવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ આજે અચાનક લિંબાયત ઝોન ઉંઘમાંથી જાગ્યું હોય તેમ ગેરકાયદે ચાલતા પે એન્ડ પાર્ક ની જગ્યાએ પહોંચી ગયું હતું અને જગ્યા પર મુકવામાં આવેલા ગેટ પર તાળુ મારીને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ જગ્યા સીલ કરી દેવા સાથે પાલિકાએ કબ્જો લીધો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પાલિકાની બેદરકારીના કારણે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોય આ જવાબદાર સામે પગલાં ભરવા માટેની માંગણી પણ થઈ રહી છે. 

See also  First Consignment Of Jewellery Sent To Aus | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read