HomeNewsલિંબાયતના વર્તમાન ધારાસભ્ય બદલવા માટેની માંગણીના બેનર લાગતા રાજકારણ ગરમાયું

લિંબાયતના વર્તમાન ધારાસભ્ય બદલવા માટેની માંગણીના બેનર લાગતા રાજકારણ ગરમાયું



– વિધાનસભાની ચૂંટણી માટે નિરીક્ષક આવે તે પહેલાં લિંબાયતમાં ધારાસભ્ય સામે વિરોધ

– મરાઠી ભાષામાં લખાયેલા બેનરમાં કહેવાયું પરિવર્તન ન લાવવામાં આવે તોનોટા પર મતદાન કરાશેની ચીમકી : ભાજપના જ અસંતુષ્ટોએ બેનર લગાવ્યાની અટકળો

સુરત,તા.22 ઓક્ટોબર 2022,શનિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી દિવસોમાં ભાજપના નિરીક્ષકો આવી રહ્યા છે તે પહેલાં જ લિંબાયતમાં વર્તમાન ધારાસભ્યને બદલવા માટેની માગણી સાથેના બેનર જાહેર રસ્તા પર દેખાતા રાજકારણ ગરમાયું છે. મરાઠી ભાષામાં લખાયેલા બેનરમાં કહેવાયું છે કે જો પરિવર્તન ન લાવાવમાં આવે તો નોટા પર મતદાન કરાશે. આવા પ્રકારના બેનર વર્તમાન ધારાસભ્ય નારાજ ભાજપના જ કેટલાક અસંતુષ્ટોએ બેનર લગાવ્યા હોવાની અટકળો થઈ રહી છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન સાથે આગામી દિવસોમાં ભાજપના નિરીક્ષકો પણ સુરત આવી રહ્યા છે. ચૂંટણી લડવા માટે વર્તમાન ધારાસભ્ય અને દાવેદારો નિરીક્ષકો સામે પોતાનો મજબૂત દાવેદારી કરશે. જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારમાં વર્તમાન ધારાસભ્યનો  પોતાના જ પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે  ભાજપના ગઢ એવા લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે.

See also  Open House For Cgst Awareness Held | Surat

લિંબાયતના સંજય નગર અને નીલગીરી સર્કલ સહિતના વિસ્તારોમાં સંગીતા પાટીલ વિરૂધ્ધ મરાઠી ભાષામાં પ્રદેશ પ્રમુખને સંબોધીને બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં સંગીતા પાટીલના બદલે અન્ય સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની ટિકીટની ફાળવણી કરવા માટે આવી છે. સંગીતા પાટીલના બદલે અન્ય ઉમેદવારની પસંદગી નહીં કરવામાં આવે તો નોટાને મત આપવાની પણ ચીમકી આપવામાં આવી છે. ભાજપના ગઢ એવા લિંબાયતમાં સ્થાનિક ધારાસભ્યનો વિરોધમાં લાગેલા બેનરના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આ પ્રકારની હરકત ભાજપના જ કેટલાક નારાજ કાર્યકરો દ્વારા કરવામા આવી હોવાનું કહેવાય રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read