HomeNewsરેલવેનો ઓવરહેડ વાયર તૂટતાં સુરત વડોદરાનો ટ્રેન વ્યવહાર 11 કલાક બંધ

રેલવેનો ઓવરહેડ વાયર તૂટતાં સુરત વડોદરાનો ટ્રેન વ્યવહાર 11 કલાક બંધ


  • અંકલેશ્વર પાસે વાયર તૂટતાં 4 ટ્રેન રદ, 45 મોડી દોડી
  • બે દિવસ પહેલા જ જે સ્થળે વાયર તૂટયો ત્યાં જ બનાવ બનતાં મુસાફરો અટવાયા
  • મંગળવારે 45 જેટલી ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડી હતી.

સોમવારે મોડી સાંજે અંકલેશ્વર અને ભરુચ વચ્ચે ઓવરહેડ વાયર તૂટી પડતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જે બીજા દિવસે પણ પ્રભાવિત રહ્યો હતો. અંદાજિત 11 કલાક સુધી સુરતથી વડોદરા તરફ જવાની લાઈન બંધ રહી હતી. એક તરફનો સંપૂર્ણ ટ્રેન વ્યવહાર ઠપ થઈ જતાં સેંકડો મુસાફરો અટવાયા હતા. દરમિયાન રેલવેતંત્રએ ચાર ટ્રેન રદ કરી દીધી હતી. જ્યારે સોમવારે રાતથી મંગળવારે મોડી સાંજ સુધીમાં 45 ટ્રેન 4 કલાકથી 11 કલાક મોડી દોડી હતી. મોડી સાંજે પણ ટ્રેન વ્યવહાર પૂર્વવ્રત થયો ન હતો. રાત્રે 8 વાગ્યે પણ ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડી રહી હતી.

See also  सूरत : एटीएम में 500 के नोटों की 7 गड्डियां मिलीं, लेकिन युवक की ईमानदारी ‌नहीं डगमगाई! | सूरत News

મળતી માહિતી અનુસાર સોમવારે રાત્રે 7 વાગ્યાની આસપાસ અંકલેશ્વર અને ભરુચ વચ્ચે ડાઉન લાઈન (સુરતથી વડોદરા તરફ) પર ઓવરહેડ વાયર તૂટી ગયો હતો. વાયર તૂટીને ટ્રેન પર પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતાં રેલવેના ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી હતી. ઓવરહેડ વાયર તૂટી જતાં ટ્રેનોને સુરત, ઉધના, સચિન, મરોલી, નવસારી સહિતના સ્ટેશનો પર થોભાવી દેવાની ફરજ પડી હતી. મોડી રાત્રે પણ રીપેરીંગ કામગીરી ચાલું રહેતા લોકોએ ટ્રેનમાં જ રાત વિતાવવાની નોબત આવી હતી. બીજી તરફ મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ રીપેરીંગ કામગીરી પૂર્ણ થતાં ટ્રેન વ્યવહાર ચાલું કરાયો હતો. પરંતુ રાત્રે 7 વાગ્યાથી ટ્રેન વ્યવહાર બંધ હોવાથી ટ્રેનની કતાર લાગી જવા પામી હતી. સતાબ્ધીથી માંડીને દુરંન્તો, તેજસ સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં 4થી 5 કલાક મોડી દોડી હતી. જ્યારે વલસાડ-વડોદરા, ભરુચ-સુરત, વડોદરા-સુરત અને ભરુચ-આણંદ ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મંગળવારે 45 જેટલી ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડી હતી.

See also  Surat Police Bust Major Gst Input Tax Credit Racket | Surat

મુંબઈ-અમદાવાદ તેજસ અને રાજધાની 3 કલાક, સયાજી નગરી 3.45 કલાક, દાદર-અજમેર 4.50 કલાક, પુરી-ઓખા 4 કલાક, સુરત-મહુવા 4.10 કલાક, કચ્છ એક્સપ્રેસ 7.8 કલાક જ્યારે અપલાઈન ઉપર ગુજરાત ક્વીન અને અમદાવાદ પુરી 3 કલાક, ગંગાપુર સિટી 2.10 કલાક, નિઝામુદ્દીન 2.20 કલાક, નવજીવન 2.17 કલાક, દુરન્તો 2.14 કલાક, અમદાવાદ-બરૌની 2.08 કલાક મોડી દોડતા સેંકડો મુસાફરો અટવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read