HomeNewsરૃા.42.50 લાખના હીરાના પેમેન્ટના ચેક રીટર્નમાં બે વર્ષની સજા

રૃા.42.50 લાખના હીરાના પેમેન્ટના ચેક રીટર્નમાં બે વર્ષની સજા


ફરિયાદીને લેણી રકમ કોર્ટમાં જમા કરાવીને એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની કેદ


સુરત

ફરિયાદીને લેણી રકમ કોર્ટમાં જમા કરાવીને એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની કેદ

રૃ.49.17 લાખના પોલીશ્ડ
ડાયમંડની ખરીદીના પેમેન્ટ પેટે આપેલા
42.50 લાખના ચેક રીટર્ન
કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનેષકુમાર મોહનલાલ શુક્લાએ
દોષી ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

પોલીશ્ડ
ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા ફરિયાદી કમલેશકુમાર નવીનચંદ્ર છુંછા
(રે.જ્ઞાાનેશ્વર એપાર્ટમેન્ટ
,કતારગામ) પાસેથી આરોપી વિનોદ કાલુ ગાબાણી(રે.સુમન શ્રેષ્ઠ આવાસ,ડભોલી)એ જુલાઈ-2018માં કુલ રૃ.49.17 લાખની કિંમતના પોલીશ્ડ ડાયમંડની ઉધાર ખરીદી  કરી હતી.ફરિયાદીની લેણી રકમના પેમેન્ટ પેટે
આરોપીએ મે-
2021 દરમિયાન લખી આપેલા 42.50 લાખના ચેક ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ
નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને હુકમની તારીખથી
એકમાસમાં ફરિયાદીને ચેકની લેણી રકમ કોર્ટમાં જમા કરાવીને ફરિયાદીને વળતર પેટે ન
ચુકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

See also  Man injects ex-wife with HIV+ blood in Surat | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read