HomeNewsરૃા.4 લાખના ચેક રીટર્ન કેસમાં મુંબઈવાસી આરોપી સંચાલકોને એક વર્ષની કેદ

રૃા.4 લાખના ચેક રીટર્ન કેસમાં મુંબઈવાસી આરોપી સંચાલકોને એક વર્ષની કેદ


વલસાડની કાપડના જોબવર્ક-સ્ટીચીંગ કંપનીને માલના પેમેન્ટ પેટે મુંબઈની ડીજીબી ક્લોથીંગ પ્રા.લિ.એ આપેલા ચેક રીટર્ન થયા હતા


સુરત

વલસાડની કાપડના જોબવર્ક-સ્ટીચીંગ કંપનીને માલના પેમેન્ટ પેટે મુંબઈની ડીજીબી ક્લોથીંગ પ્રા.લિ.એ આપેલા ચેક રીટર્ન થયા હતા

ઉધાર
કાપડના માલના જથ્થાના પેમેન્ટ પેટે આપેલા ચાર લાખના ચેક રીટર્ન કેસમાં મુંબઈની ડીજીબી
ક્લોથીંગ પ્રા.લિ.ના આરોપી સંચાલકોને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિજયકુમાર
બી.બારોટે દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.

વલસાડના
ઉમરગામ જીઆઈડીસી સ્થિત કાપડ મેન્યુફ્કેચરીંગ જોબવર્ક અને સ્ટીચીંગ સાથે સંકળાયેલી
કંચન ડીઝાઈનના ફરિયાદી ઓથોરાઈઝ્ડ પર્સન બિપીન દેવરાજ ચૌહાણ(રે.માધવપાર્ક સોસાયટી
,વેડરોડ)ને મહારાષ્ટ્રના
બોઈસર સ્થિત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલી ડી.બી.જી.ક્લોથીંગ પ્રા.લિ.ના
આરોપી સંચાલક કૃતાર્થ ધરમદાસ  તથા
પ્રવિણાબેન ધરમદાસ ગોંડલીયાને (રે.શાલીમાર એપાર્ટમેન્ટ
, શાંતાક્રુઝ
મુંબઈ (વેસ્ટ)બ્રોકર આરીફ ગોરડીયા મારફતે ધંધાકીય સંબંધો બંધાયા હતા.

See also  गृह मंत्री अमित शाह कल हिन्दी दिवस समारोह का उद्घाटन करेंगे

જેથી
જાન્યુઆરી-
2018માં ડીજીબી ક્લોથીંગના સંચાલકોએ ફરિયાદીની કંપનીને સ્ટીચીંગ શર્ટમાં
જોબવર્કનો ઓર્ડર આપ્યો હતો.જેથી ફરિયાદીએ
5.38 લાખનો માલ
મોકલી આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આપેલા કુલ 
રૃ.
4 લાખના ત્રણ ચેક રીટર્ન થતા કોર્ટ  ફરિયાદ નોંધાવ ાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે
આરોપી સંચાલકોને કેદ
, રૃા.5 હજાર દંડ
અને ફરિયાદીને ચેકની લેણી રકમ
9 ટકા વ્યાજ સાથે વળતર તરીકે
ચૂકવવા અને ન ચૂકવે તો વધુ
6૬ માસની કેદની સજા ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read