HomeNewsરૃા.15.85 કરોડ ક્રેડીટ ઉસેટનાર ફાઇવ સ્ટાર ઇસ્પાત પ્રા. લી.ના બે સંચાલકની ધરપકડ

રૃા.15.85 કરોડ ક્રેડીટ ઉસેટનાર ફાઇવ સ્ટાર ઇસ્પાત પ્રા. લી.ના બે સંચાલકની ધરપકડ


વાપી-વલસાડની કંપનીના પૂર્વ ડિરેકટર અને હાલના સંચાલકને એક દિવસના રિમાન્ડ ઃ પાંચ બોગસ પેઢીમાં ક્રેડીટ પાસઓન કરી હતી

રૃા.88.29 કરોડના બોગસ બીલીંગથી

Updated: Dec 27th, 2022


સુરત

વાપી-વલસાડની કંપનીના પૂર્વ ડિરેકટર અને હાલના સંચાલકને એક દિવસના રિમાન્ડ ઃ પાંચ બોગસ પેઢીમાં ક્રેડીટ પાસઓન કરી હતી

સુરત
ડીજીજીઆઈની ટીમે વાપી-વલસાડ સ્થિત મે.ફાઈવ સ્ટાર ઈસ્પાત પ્રા.લિ.ના બે શકદાર સંચાલકોની
88.29 કરોડના બોગસ બીલીંગના
આધારે પાંચ બોગસ પેઢીઓમાં ક્રેડીટ પાસઓન કરીને કુલ રૃ.
15.85 કરોડની
ક્રેડીટ ઉસેટવાના કેસમાં ધરપકડ કરી આજે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજુ કર
જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરતાં કોર્ટે શકદારોને એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

સુરત ડીજીજીઆઈની
ટીમે ગઈ તા.
19મી ડીસેમ્બરના રોજ બોગસ બીલીંગની આશંકાના આધારે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના
મોરાઈ ગામ ખાતે ઓટો ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી મે.ફાઈવ સ્ટાર
ઈસ્પાત પ્રા.લિ.ની પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કબજે કરવામાં આવેલા
વાંધાજનક દસ્તાવેજોના વેરીફિકેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન મે.ફાઈવ સ્ટાર  ઈસ્પાત પ્રા.લિ.ના પુર્વ ડીરેકટર શેખ અકબર મહમદ
શાહીદ (રે.ફ્લેટ નં.
1515,શીવ રેસીડેન્સી ભીમરાડ ગામ) તથા હાલના
સંચાલક સૈયદ શાકીર મુર્શિદ આલમ (રે.હેપીનેશ બંગ્લોઝ
,ઉન)એ એકબીજાના
મેળા પિપણામાં કુલ રૃ.
88.29 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને
સુરતની પાંચ બોગસ પેઢીઓને ક્રેડીટ પાસઓન કરી હોવાનું ખુલવા પામ્યું હતુ.

See also  Surat: ઓલપાડના બરબોઘન ગ્રામ સભામાં સરપંચ, તલાટી અને ગ્રામજનો વચ્ચે  વાકયુદ્ધ

શકદાર
સંચાલકોએ સગરામપુરા શીવદાસની શેરીમાં આવેલી મે.કુશવાહા ટ્રેડીંગ
,નાનપુરા ડચ રોડ સ્થિત
મંગલમ સ્થિત મે.મલ્ટી ટ્રેડર્સ
, કતારગામ કુબેરનગર સ્થિત
મે.અમરદીપ એન્ટરપ્રાઈઝ
,માતાવાડી વરાછા સ્થિત મે.મહાકાલી
એન્ટરપ્રાઈઝ એમ પાંચ બોગસ પેઢીઓ ના નામે ખોટી રીતે કુલ રૃ.
15.85 કરોડની ક્રેડીટ ઉસેટી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી ડીજીજીઆઈના
ઈન્ટેલિઝન્સ ઓફીસરે મે.ફાઈવ  સ્ટાર ઈસ્પાત
પ્રા.લિ.ના શકદાર સંચાલક શેખ અકબર મહમદ શાહીદ તથા સૈયદ શાકીર મુર્શિદ આલમની
સીજીએસટી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી હતી. આજે બંને શકદારોને કોર્ટમાં રજુ કરતા ડીજીજીઆઈ
તરફે ખાસ નિયુકત સરકારી વકીલ ઈમરાન એ.મલિકે શકદારો કરોડો રૃપિયાની બોગસ બીલીંગ
કૌભાંડ આચરીને બોગસ પેઢીઓ મારફતે આઈટીસી ક્લેઈમ કરી સરકારી તિજોરીને ચુનો લગાડયો
હોઈ જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી બંને શકદારોને
જ્યુડીશ્યલ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

See also  स्टेट मॉनिटरिंग सेल का छापा, रांदेर की होटल से हाई प्रोफाइल जुआ नेटवर्क का भंडाफोड़

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read