HomeNewsરૂ.19.21 લાખના હીરા વેચવા લઈ જઈ દલાલે પરત નહીં કર્યા

રૂ.19.21 લાખના હીરા વેચવા લઈ જઈ દલાલે પરત નહીં કર્યા



– મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા વેસુના યુવાન વેપારી પાસેથી ઘોડદોડ રોડના દલાલે પોતાની પાર્ટીઓને માલ બતાવવાનું કહી હીરા લીધા હતા 

– બાદમાં જુદાજુદા બહાના કાઢી સમય પસાર કરી ફોન પણ બંધ કરી દીધો 

સુરત,તા.4 નવેમ્બર 2022,શુક્રવાર

સુરતના મહિધરપુરા હીરાબજારમાં ઓફિસ ધરાવતા વેસુના યુવાન વેપારી પાસેથી ઘોડદોડ રોડના દલાલે પોતાની પાર્ટીઓને માલ બતાવવાનું કહી રૂ.19.21 લાખના હીરા લઈ જઈ બાદમાં જુદાજુદા બહાના કાઢી સમય પસાર કરી પરત નહીં કરી ફોન પણ બંધ કરી દીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વિજયાલક્ષ્મી હોલની બાજુમાં જોલી રેસિડેન્સીમાં રહેતો 27 વર્ષીય જય મિતેશભાઈ શાહ મહિધરપુરા હીરા બજાર પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન ચેમ્બર્સમાં જે.એચ.જેમ્સના નામે પિતા સાથે હીરાનો વેપાર કરે છે.બે મહિના અગાઉ પરિચિત રાજેશભાઈ રેશમવાલાએ તેની ઓળખાણ કતારગામ કિરણ હોસ્પિટલની ગલીમાં આર.જે.ડી.કોમ્પલેક્ષના બીજા માળે આવેલી એસજીએલ લેબમાં માર્કેટીંગ હેડ તરીકે નોકરી કરતા અને સાથે હીરાની દલાલી પણ કરતા હીરેન નાગેન્દ્રભાઇ ઝવેરી ( રહે.101, બદાણી પેલેસ, સીટી બેન્કની પાછળ, ઘોડદોડ રોડ, સુરત ) સાથે કરાવી હતી.હીરેન લેબમાં ગ્રેડીંગ કરીને હીરા પાર્ટીને વેચી આપે છે તેવું રાજેશભાઈએ જણાવ્યું હતું.

See also  गुजरात के सभी निगमों का छह दिवसीय अंतर-निगम टी-20 क्रिकेट टूर्नामेंट वडोदरा में होगा | वड़ोदरा

ત્યાર બાદ ગત 4 સપ્ટેમ્બરના રોજ હીરેન જયની ઓફિસે આવ્યો હતો અને તેને સ્ટોકમાં હોય તે માલ બતાવવા કહી હીરા જોઈને રૂ.19,20,960 ની મત્તાના 53.36 કેરેટ હીરા બીજા દિવસે જયને પોતાની લેબ પર આપી જવા કહ્યું હતું.જેથી તેનું ગ્રેડીંગ કરી બાદમાં વેચી શકાય.જોકે, જયે હીરા પહોંચાડયા બાદ જુદાજુદા બહાના કાઢી હીરેને હીરા પોતાની પાસે રાખી મુકતા અને પરત નહીં કરતા તેમજ બાદમાં પોતાનો ફોન પણ બંધ કરી દેતા જય તેના ઘરે ગયો તો તે ત્યાં મળ્યો નહોતો.આથી છેવટે જયે ગતરોજ હીરેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read