HomeNewsરીંગરોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં દરોડા, સંચાલક-ગ્રાહક સહિત નવ પકડાયા

રીંગરોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાં દરોડા, સંચાલક-ગ્રાહક સહિત નવ પકડાયા



– મદ્રાસ હોટલની ઉપર ન્યુ ઇન્ડિયા સ્પામાંથી સાત લલના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો

સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

રીંગરોડ સ્થિત ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલની ઉપર ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા પાડી પોલીસે સંચાલક અને ગ્રાહક તથા સાત લલના સહિત નવ જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત પોલીસ કંટ્રોલ રૂમને મળેલા મેસેજના આધારે અઠવાલાઇન્સ પોલીસે રીંગરોડ સબજેલની સામે ચામુંડા હોટલની બાજુમાં મદ્રાસ હોટલના પહેલા માળે અને ત્રીજા માળે 

દરોડા પાડયા હતા. પહેલા માળે દુકાન બંધ હોવાથી ત્રીજા માળે ન્યુ ઇન્ડિયા સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પા સંચાલક અર્જુન લક્ષ્મનભાઈ શર્મા (ઉ.વ.19 રહે. ખોડીયાર નગર, ભટાર)ને અટકાયતમાં લઇ સર્ચ કર્યુ હતું. જે અંતર્ગત દુકાનમાં બનાવામાં આવેલા અલગ અલગ રૂમમાં તપાસ હાથ ધરી હતી. જેમાં શરીરસુખ માણવા આવનાર ગ્રાહક અમર દત્તુરામ શાદ (ઉ.વ. 34 રહે. સાંઇ દર્શન સોસાયટી, કડોદરા) અને એક લલનાને કંઢગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે અન્ય રૂમમાં તપાસ કરતા દેશના અલગ અલગ રાજયની કુલ સાત લલના મળી આવી હતી. પોલીસે ગ્રાહક અને સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રોકડ અને કોન્ડમ મળી 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

See also  અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીમાં કરોડોની આંગડીયા લૂંટ કરનાર આરોપી સુરતથી ઝડપાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read