HomeNewsરિંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની દરગાહ અને મંદિર હટાવાયા

રિંગરોડ સહારા દરવાજા પાસે વર્ષો જૂની દરગાહ અને મંદિર હટાવાયા


  • સહેજ પણ કાંકરીચાળો ન થાય તે માટે 1000 પોલીસ જવાનોનો કાફલો ખડેપગે રહ્યો
  • ટ્રાફિકને અડચણરૂપ બે દરગાહ અને એક મંદિરનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરાયો
  • રાતે દોઢ વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં ધાર્મિક દબાણ દૂર કરી રસ્તો બનાવી દેવાયો

સુરત મહાપાલિકા અને સુરત શહેર પોલીસે શુક્રવારે રાતે સંયુક્ત પણે રિંગરોડ પર ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક દબાણો દૂર કર્યા હતા. સહારા દરવાજા નજીક રસ્તાની મધ્યમાં આવેલી વર્ષો જૂની બે દરગાહ અને નવનિર્મિત સહારા દરવાજા ફલાયઓવરની વચ્ચે આવેલા માતાજીના મંદિરને પૂરી આસ્થાથી હટાવાયા હતા. અસામાજિક તત્વો દ્વારા સામી દિવાળીએ શહેરમાં સહેજ પણ કોમી ઉશ્કેરણી કે કાંકરીચાળો નહીં થાય તે માટે ગુપ્ત ઓપરેશન પાર પડાયું હતું. પાલિકા દ્વારા મેઇનરોડ ઉપર સૌપ્રથમવાર દરગાહનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

See also  Canine Bites In Surat: 2,000 Cases Recorded Every Month | Surat

પોલીસ અને પાલિકા દ્વારા એટલી હદે જડબેસલાક કામગીરી અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કે બે કલાકમાં બે દરગાહ અને એક મંદિરનું ડિમોલિશન કરી માત્ર 30 જ મિનિટમાં સ્થળ ઉપર ડામર રોડ બનાવી દેવામાં આવ્યો હતો. શહેરીજનો સવારે ઘરની બહાર નીકળે તે પહેલા આખુ ઓપરેશન પૂરી દેવાયું હતું. પરોઢીયે ચાર વાગ્યા બાદ વાહનવ્યવહાર માટે રસ્તો રાબેતા મુજબ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.

દિલ્હીગેટથી સહારા દરવાજાનો રસ્તો સંપૂર્ણ બંધ કરાયો

મંદિર અને દરગાહનું ડિમોલિશન શુક્રવારે રાતે નક્કી થયા બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સેંકડો પોલીસ જવાનોએ દિલ્હીગેટથી સહરા દરવાજાને જોડતા તમામ આંતરીક રસ્તા બ્લોક કરી દીધા હતા. સ્થળ ઉપર લોખંડી ચોકીપહેરો ગોઠવી દેવાયો હતો. ત્યારબાદ પાલિકાના સેંકડો કર્મચારીઓ દ્વારા એકસાથે ત્રણેય સ્થળે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંદિરના ડિમોલિશન દરમિયાન કેટલાકે સ્થળ ઉપર ધસી જવા પ્રયાસ કર્યો હતો. આ બાબતે પાલિકા અને પોલીસ તંત્ર સાથે જીભાજોડી પણ થઇ હતી. પરંતુ તેમનો ગજ વાગ્યો ન હતો. પોલીસ એકશન મૂડમાં આવે તે પહેલા જ તેઓ રવાના થઇ ગયા હતા.

See also  जानिये लंदन के सब-वे में लोग बिना पैंट के क्यों घूमते दिखे!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read