HomeNewsરાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુકુલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ

રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યુસર મુન્ના શુકુલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ


  • પોન્ઝી સ્કીમ ઊભી કરી 65 લાખની છેતરપિંડી કર્યાના ક્રાઇમ બ્રાન્ચમાં આક્ષેપ
  • કૌભાંડ દેશ વ્યાપી હોવાથી છેતરપિંડીની રકમ 50 કરોડ થવાની સંભાવના
  • રોકાણકારો પાસે મહિને 4%નું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું

શુકુલ શોબિઝના નામે બહુચર્ચિત ગુજરાતી ફિલ્મો રાડો, નાડીદોષ, લોચા-લાપસી, તથા મરાઠી અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરી રાતોરાત જાણીતા બનેલાં પ્રોડ્યુસર પ્રદિપ ઉર્ફે મુન્ના શુકુલ વિરૂદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોન્ઝી સ્કીમ ઊભી કરી 65 લાખની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો. મુન્ના અને તેના 6 સાગરિતોએ રોકાણકારોને મહિને ચાર ટકાના વળતરની લાલચ આપી વિવિધ સ્કીમના નામે કરોડોનું કૌભાંડ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસે આ ટોળકીના ત્રણ સાગરિતોને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અડાજણ ભરૂચા સોસાયટીમાં રહેતી 64 વર્ષીય રેખાબેન બુંદેલા અને તેના ભત્રીજા સહિતના 25 વ્યક્તિઓ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. આ વૃદ્ધા અને તેના સંબંધીઓ વેસુ વી.આઇ.પી. રોડ ઉપર એમ્બ્રોસીયા બિઝનેશ હબમાં શુકુલ ગૃપ ઓફ કંપનીના નામે શુકુલ વેલ્થ એડવાયઝરી, શુકુલ વેલ્થ ક્રિએટર LLPના મથાળા હેઠળ મની ફાઉન્ડર અને ડેઇલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા.

See also  पंजाब सरकार ने पुरानी पेंशन योजना लागू की, गोपाल इटालिया ने कहा, 'गुजरात को भी इस योजना से लाभ होगा'

પ્રદિપ ઉર્ફે મુન્ના શુકુલ વિદ્યાધર સુકલા (રહે. 33 જલારામ રોહાઉસ, તલોધગામ બીલીમોરા, જિલ્લા, નવસારી) અને તેની ટોળકીના ધરમ છે ભીખુ બારડ, દેવેશ સુરેન્દ્ર તિવારી (રહે, નક્ષત્ર સોલીટર, પાલ), સંદિપ મનુ પટેલ, વિમલ ઇશ્વર પંચાલ (રહે, ગાર્ડનસીટી, કોસમડીગામ, અંકલેશ્વર), મયુર ધનશ્યામ નાવડીયા (રહે, બ્રહ્મલોક સૌસાયટી, ડભોલી) અને હેપ્પીબેન કિશોર કાનાણી (રહે, કૈવલધામ એપા., પુણાગામ) આ સાતેય અલગ અલગ કંપનીમાં ડિરેક્ટર હોવાનું તથા મહિને ચાર ટકાનું વળતર આપવાનું જણાવતાં જાન્યુઆરી- 19થી કંપનીમાં આ વૃદ્ધાએ રોકાણ શરૂ કર્યું હતું. વૃદ્ધાએ તો 3.30 લાખનું રોકાણ કર્યું હતું, પોતાના સંબંધીઓ અને મિત્રૌને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું. બધું મળીને કુલ્લે 25 લોકોએ કરેલાં 65 લાખનું રોકાણ લઇ કંપની બંધ કરી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલની ટીમે હેપ્પી કાનાણી, મયુર નાવડીયા અને વિમલ પંચાલને દબોચી લીધા હતા.

See also  સુરત: ગુજસીટોકના આરોપીની બે કાર ટાંચમાં લેવાઈ

ઉલ્લેખનીય છે કે પ્રદિપ ઉર્ફે મુન્ના શુકુલ ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર તરીકે જાણીતું નામ છે. સુકુલ બિઝના બેનર હેઠળ તેમણે ગુજરાતી ફિલ્મ રાડો, નાડીદોષ, લોચા લાપસી, ચાસણી તથા મરાઠીમાં કલરફૂલ અને પંજાબી ફિલ્મ પણ બનાવી છે.

સેબીએ નવ કરોડ સિઝ કર્યા

શુકુલ ગૃપ દ્વારા શંકાસ્પદ વ્યવહાર કરવામાં આવતાં સેબીએ તેમની કંપનીને સાણસામાં લીધી હતી. 2021-22માં સેબી દ્વારા શુકુલ ગૃપના આઠથી નવ કરોડ રૂપિયા સિઝ કરી દીધા હતા. બીજી તરફ સુરત પોલીસની તપાસમાં પણ આ કૌભાંડ ઘણું મોટું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ પાસે માત્ર 25 વ્યક્તિઓ પહોંચી છે, પરંતુ આ કૌભાંડ દેશ વ્યાપી હોઇ 50 કરોડની ઉપરનું હોવાની આશંકા જતાવાઇ રહી છે. ગત ઓગસ્ટ મહિનામાં આ ટોળકી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધૂળિયામાં પણ ગુનો નોંધાયો હતો.

See also  લેઉવા પટેલ સમાજના બ્રેઇનડેડ કારખાનેદારના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read