HomeNewsરજાનો મૂડઃ દિવાળી પછી પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રી માંડ 8-10 ટકા ચાલુ થઈ

રજાનો મૂડઃ દિવાળી પછી પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રી માંડ 8-10 ટકા ચાલુ થઈ


-CETP
બુધવારથી શરૃ થયું પણ મોટાભાગના વેપારીઓ પરત આવ્યા નથી
: ઇન્ડસ્ટ્રીને પૂર્વવત
થતા પાંચ-સાત દિવસ લાગશે

         સુરત

કાપડ
બજારના વેપારીઓ રજાના મૂડમાં છે. કાપડ માર્કેટ
20-25 ટકા જ ખુલી છે.
દિવાળી પછી કામકાજ એકદમ સુસ્ત છે. ડાઇગ પ્રોસેસિંગ એકમો પણ માંડ
8-10 ટકા જ શરૃ થયાં છે.

લગ્નસરાની
સિઝન આગળ શરુ થઇ રહી છે. પરિણામે કાપડ બજારને તેનો લાભ મળવાની આશાઓ છે. વેપારીઓનું
સ્ટેન્ડ આગળ જતાં શું રહેશે
,
તેની પર ડાઈગ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝનો સઘળો આધાર છે. પાંડેસરા
સીઇટીપી આજથી શરૃ થયું છે.
8-10 મિલો શરૃ થયાનો અંદાજ છે.

ડાઇગ
પ્રોસેસિંગ એકમોમાં રો-મટીરીયલ તો પડયું છે. પણ વેપારી વર્ગ નવી સિઝનની તૈયારીના
ભાગરૃપે પ્રોગ્રામો આપે છે કે નહિ
?
તે આવતાં અઠવાડિયા પછી વધુ સ્પષ્ટ થશે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને
પૂર્વવત થતા હજુ
5-7 દિવસ લાગશે. ઇન્ડસ્ટ્રીઝને કારીગરોની
અત્યારે સમસ્યા નથી
. આછાપાતળાં કારીગરો છે. મિલોમાંથી
ફિનિશ્ડની ડીલેવરીઓ પણ નથી. કેમકે મોટાભાગના વેપારીઓ હજુ પરત થયાં નથી. કાપડ
માર્કેટમાં દુકાનો
24 કલાક માટે
વેપારીઓ ખોલે છે. અત્યારે સૌ કોઈ આળસ ખંખેરી રહ્યાં છે.

See also  નવી સિવિલમાં ચોથા માળેથી મહિલા કર્મચારીએ મોતની છલાંગ લગાવી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read