HomeNewsયુનિવર્સિટી બાદ હવે રાજ્યસ્તરે પણ કોલેજ જોડાણની પ્રક્રિયા ઓનલાઇન થશે

યુનિવર્સિટી બાદ હવે રાજ્યસ્તરે પણ કોલેજ જોડાણની પ્રક્રિયા ઓનલાઇન થશે


  • ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા પરિપત્ર કરાયો છે
  • વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન આયોજન
  • શિબિરમાં આચાર્યોને ફરજિયાત હાજર રહેવા સુચના

દક્ષિણ ગુજરાતની કોલેજોના ચાલુ અને નવા જોડાણ માટે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોલેજ કક્ષાએ વહીવટી સરળતા અને અન્ય સમસ્યાના ઉકેલ માટે ઓનલાઇન જોડાણ પ્રક્રિયા અમલી કરાઇ હતી. જોકે, હવે યુનિવર્સિટી બાદ રાજ્યસ્તરે પણ કોલેજ જોડાણની પ્રક્રિયા ઓનલાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પરિપત્રને આધીન વીર નર્મદ યુનિવર્સિટીએ આચાર્યો માટે ઓનલાઇન તાલીમ શિબિરનું આયોજન કર્યું છે.

હવે પછી જોડાણની એપ્લિકેશન ઓનલાઈન કરવા સુચના

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના આચાર્યોને ઉદ્દેશની પરિપત્ર જાહેર કરાયો છે. તેમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના પરિપત્રનો ઉલ્લેખ કરાયો છે. જે મુજબ, ઉદયમ કોજન્ટ સીંગલ સાઇન પ્લેટફોર્મ પર સેલ્ફ ફાયનાન્સ, ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ તમામ પ્રકારની સંસ્થાઓ માટે ચાલુ, નવા જોડાણની ઓનલાઇન એપ્લીકેશન કરી શકાય તે હેતુથી મોડ્યુલ ડેવલોપ કરાયું છે. મોડ્યુલ શિક્ષણ વિભાગના 21 ડિસેમ્બર-2021ના ઠરાવ અને ત્યારબાદ થયેલા સુધારાઓને ધ્યાને લઇને જરૂરી માહિતી મળી રહે તે મુજબ ડેવલોપ કરાયું છે. હવે પછી જોડાણની એપ્લીકેશન ઓનલાઇન કરવાની સૂચના આપવાની રહેશે. આમ, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા કોલેજ જોડાણની ઓનલાઇન પ્રક્રિયા સંદર્ભે થયેલી કવાયત બાદ કોલેજ વર્તુળમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. બીજીબાજુએ વીર નર્મદ યુનિવર્સિટીએ કચેરીના પરિપત્રને આધીન કોલેજના આચાર્યો માટે ઓનલાઇન તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ચાલુ, નવા જોડાણ માટેની અરજી ઓનલાઇન કરવાના હેતુસર ઓનલાઇન તાલીમનું આયોજન 3 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે કરાયું છે. આ ઓનલાઇન તાલીમમાં કોલેજના આચાર્યોને ફરજિયાત હાજર રહેવાની તાકીદ કરાઇ છે.

See also  સચિન જીઆઇડીસી ખાતે ડાઇંગ મીલમાં ભીષણ આગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read