HomeNewsયુનિટિ રન SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાંથી પરત...

યુનિટિ રન SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાંથી પરત SVNIT કેમ્પસ પરત ફરી



– સુરતની એકતા દોડ મોરબી બ્રિજ દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી સાથે થઈ 

– સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસને મજબુત કરવા માટે યુનિટી રનનું પાલિકા- કલેક્ટર દ્વારા આયોજન 

સુરત,તા.31 ઓક્ટોબર 2022,સોમવાર

ભારતના લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ પર સુરત પાલિકા અને વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતા અખંડિતતા ની વાત સાથે સાથે  મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના માં  જીવ ગુમાવનાર ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, સુરતમાં યુનિટી રન SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાં થી પરત SVNIT કેમ્પસ પરત ફરી હતી.  આ ઉપરાંત દોડમાં સાયબર સેફ સુરત, નો ડ્રગ્સ ઇન સુરત ના સુત્રો સાથેના પ્લે કાર્ડ જોવા મળ્યા હતા. 

See also  બે વર્ષમાં જ 40% કાપડ વેપારીઓ ઓનલાઇન વેપારમાં જોડાઇ ગયા

 

એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘‘યુનિટી રન’’ એકતા દોડ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ તથા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સૂરત શહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતેથી વહેલી સવારે યોજાયેલી યુનિટી રનમાં પોલીસ જવાનો, નહેરૂ યુવા કેન્દ્રના યુવાઓ, શહેરીજનોએ દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ SVNIT કેમ્પસ થી કારગીલ વિજય ચોક સુધી અને ત્યાં થી પરત SVNIT કેમ્પસ પરત ફરી હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાઈબર સેફ સુરત, નો ડ્રગ્સ ઈન સુરત જેવા સ્લોગનો સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યૃ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 

See also  गुजरात : स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल मौजूदगी में गांधीनगर सिविल में मॉक ड्रिल की गई

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read