HomeNewsમોરબી દુર્ઘટનાઃ સુરત ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી

મોરબી દુર્ઘટનાઃ સુરત ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી


  • રાજ્યભરની ફાયરની ટીમો મોરબી આવી રેસ્ક્યુંમાં જોડાઈ
  • 16 જણાની ટીમ મોરબીમાં કરી રહી છે બચાવ કામગીરી
  • અન્ડર વોટર બીએ સેટ સાથેની એકમાત્ર ટીમ સુરત ફાયરની

રવિવારે સાંજે મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન ઝુલતો પુલ નદીમાં તૂટી પડવાની ઘટના બાદ મરણાંક સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે આ ગોજારીની ઘટનાની જાણ થયા બાદ ગણતરીના કલાકોમાં સુરત ફાયર બ્રિગેડના ડીવીઝનલ ફાયર ઓફિસર સહિતના 16 જણાની ટીમને તાબડતોબ બચાવ કામગીરી માટે મોરબી રવાના કરાઈ હતી. બચાવ કામગીરી માટે મોરબી પહોંચેલી સુરત ફાયર બ્રિગેડની એકમાત્ર એવી ટીમ છે, જેની પાસે અન્ડર વોટર આઠ બીએ (બ્રિથ ઓપરેટિંગ) સેટ છે.

મોરબી જનારી ટીમમાં ડીવીઝન ફાયર ઓફિસર ઇશ્વર પટેલ, સબ ફાયર ઓફિસર ધર્મેન્દ્ર પટેલ સહિતના 16 ફાયર જવાનોનો સમાવેશ થાય છે. તેઓ સાથે આઠ બીએ સેટ, એક હોડી, એક ફાયરની ગાડી અને એક એમ્બ્યુલન્સ પણ રવાના કરાઈ છે. ડીવીઝન ફાયર ઓફિસર ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, અન્ય મહાનગર પાલિકા અને નગર પાલિકાની ફાયરની ટીમ સાથે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરાઈ છે. નદીમાં જલકુંભી હોવાનો કારણે થોડી મૂશ્કેલી નડી રહી છે. જોકે, જ્યાં પુલ તૂટી પડ્યો હતો. તે પરિસરમાં ફાયરના અન્ય લાશ્કરો સાથે તેમની ટીમના ફાયરના આઠ જવાનો અન્ડર વોટર બીએ સેટ પહેરી શોધખોળ કરી રહ્યાં છે. અન્ડર વોટર બીએ સેટ પહોંચી હોય એવી તેમની એકમાત્ર ટીમ છે.

See also  Woman’s Objectionable Images Shared | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read