HomeNewsમોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી આપી પાલિકામાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો

મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી આપી પાલિકામાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો– મોરબી દુર્ઘટનાને પગલે આજે સુરત પાલિકામાં મૌન પાળ્યું, પ્રાર્થનાસભાનું પણ આયોજન થયું 

સુરત,તા.2 નવેમ્બર 2022,બુધવાર

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોક પાડવાની જાહેરાત કરી  હતી જેના પગલે આજે સુરત મહાનગરપાલિકા પણ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને પાલિકા કચેરીમાં ફરકાવવામાં આવતો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો. 

મોરબીમાં બનેલી બ્રિજ  દુર્ઘટના બાદ ગુજરાત સ્તબ્ધ થઈ ગયું છે. ગુજરાતમાં રાજકીય અને સામાજિક સંસ્થા પોતાની રીતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.આ દુર્ઘટના બાદ ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિશ્વમાંથી દુર્ઘટના માટે શોક દર્શક સંદેશાઓ આવી રહ્યા છે. મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે એટલે કે 2 નવેમ્બરના રોજ રાજ્ય વ્યાપી શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

See also  સુરત: વાહન ચાલકોને 10 ફેબ્રુઆરી સુધી ટેક્સમાંથી મુક્તિ

આજે રાજ્ય વ્યાપી શોકના પગલે સુરત મહાનગર પાલિકાની કચેરીમાં મેયર- કમિશ્નર સહિત અનેક કર્મચારીઓ- નગર સેવકો ભેગા થયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સવારે 11 વાગ્યે પાલિકા કચેરીમાં સાયરન સાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રધ્ધાંજલી અને પ્રાર્થના સભામાં અનેક લોકો ભાવુક બન્યા હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read