HomeNewsમોં માગ્યા દામ છતાં પણ પોંક પાડવાના કારીગરો મળતા નથી

મોં માગ્યા દામ છતાં પણ પોંક પાડવાના કારીગરો મળતા નથી


Updated: Dec 29th, 2022


– પોંકના મજુરોની અછતના કારણે સુરતના ખેડુતે કર્યો દેશી જુગાડ : પોંકની સફાઈ માટે થ્રેસર મશીનનો શરુ કર્યો ઉપયોગ 

– પોંકની કામગીરીમાં નવાપુરના મજુરોની કુશળતા પણ પૈસા આપતા પણ મજુર ન મળતા ખેડુતોએ અપનાવેલી આધુનિક પદ્ધતિમાં સફળતાઃ મશીનના કારણે પોંકનો કલર અને મીઠાસ વધી હોવાનો ખેડુતનો દાવો

સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર

સુરતની ઓળખ એવા પોંકની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ પોંક માટેના કુશળ કારીગર ની અછ્ત હોવાથી સુરતના ખેડુતોએ પોંક માટે દેશી જુગાડ કર્યો છે. અનાજની સફાઈ માટે ઉપયોગમા આવતા થ્રેસર મશીનનો પોંક માટે ઉપયોગ કર્યો તેમાં ખેડૂતોને સફળતા મળી છે. પોંક માટે ખેડૂતોએ અપનાવેલી આધુનિક પધ્ધતિ સફળ થઈ છે અને તેના કારણે પોંકની ક્વોલીટી, કલર અને મીઠાશમાં પણ વધારો થયો હોવાની વાત વેપારીઓ કરી રહ્યાં છે.

See also  सिटीलाइट में सजा मां वैष्णो का दरबार, हर दिन होगा माता का अलौकिक श्रृंगार

નવેમ્બર માસની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ ગઈ છે. સુરતના સરદાર બ્રિજ નીચે પોંક નગરી ઉપરાંત અનેક જગ્યાએ પોંકની ભઠ્ઠી શરૂ થઈ ગઈ છે. જુવારના ડુંડા આવે ત્યારથી તેને લાકડાની રાખમાં શેકીને પોંક પાડવા થી માંડીને સફાઈની કામગીરીમાં મહારાષ્ટ્ર નવાપુર કારીગરો ઘણાં જ કુશળ હોય છે. આ મજૂરોને  ખાવા, પીવા અને રહેવા સાથે 500 રૂપિયા જેટલો રોજ આપવામા આવતો હોવા છતાં પણ કારીગરો મળતા નથી.

એક તરફ હાલમાં પોંકની ઘરાકી વધુ રહે છે તો બીજી તરફ પોંકના કુશળ કારીગરો ન હોવાથી ખેડૂતો અને પોંકના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સમસ્યા એક બે જગ્યાએ નહીં પરંતુ મોટા ભાગની પોંકની ભઠ્ઠીની છે, પોંકના કારીગરોની અછતના કારણે અડાજણના મહેશભાઈ પારેખ નામના ખેડૂત અને પોંકના વેપારીએ દેશી જુગાડ કરી દીધો છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે.

See also  गुजरात : वापी हाइवे पर गौरक्षकों ने कत्लखाने ले जाते मवेशियों को छुड़ाया, तीन आरोपी गिरफ्तार | गुजरात

અડાજણમાં રહેતા મહેશભાઈએ અનાજની સફાઈ માટે ઉપયોગમાં આવતું થ્રેસર મીશનનો પોંક માટે ઉપયોગ કર્યો છે આ દેશી જુગાડ ચાલી જતાં હવે પોંકના કારીગરીનું કામ ખેતીના ઉપયોગમાં આવતું મશીન કરી રહ્યું છે. મહેશ પારેખ કહે છે, કારીગરની અછત છે અને ઘરાકીને પહોંચી વળવું બન્ને પડકાર હતો તેથી તેઓને થ્રેશર મશીન નો વિચાર આવ્યો અને એક પ્રયોગ રૂપે તેઓએ પોંકની સફાઈ માટે થ્રેસર મશીન નો ઉપયોગ કર્યો છે. તેઓ કહે છે, આ પ્રયોગ એટલો સફળ રહ્યો છે કે કુશળ કારીગરો જે કામ કરતા હતા તેના કરતા અડધા કરતાં ઓછા સમયમાં મશીનથી પોંકની સફાઈ થાય છે. મશીનના કારણે પોંકની સફાઈ પણ સારી થાય છે અને પોંકનો લીલો કલર પણ એક સરખો રહે છે. આટલું જ નહીં પરંતુ આ રીતે પોંકની સફાઈ થતી હોય પોંક કુણો અને મીઠો પણ રહે છે., તેમના આ પ્રયોગ બાદ અનેક લોકો આ પ્રકારે થ્રેસર મશીનથી પોંકની સફાઈ કરતા થયા છે તેના કારણે કારીગરોની અછતની સમસ્યાનો હાલ પુરતો અંત આવ્યો છે. 

See also  શાળામાં દિવાળી વેકેશન બાદ ટ્રાફિક અવેરનેસ માટે કેડેટ્સની રચના થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read