HomeNewsમેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતા 120 થી વધુ કર્મચારીઓએ ટ્રાફીક નિયમો પાલન કરવાની...

મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતા 120 થી વધુ કર્મચારીઓએ ટ્રાફીક નિયમો પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી


સુરત,તા.18 ઓક્ટોબર 2022,મંગળવાર

 ખજોદ ખાતે આવેલ મેટ્રો પ્રોજેક્ટમાં કામગીરી કરતા ઓફિસ સ્ટાફ અને ડ્રાઇવરો માટે આજે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા વર્લ્ડ ટ્રોમા ડે ને લઈને માર્ગ સલામતી કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. જેમાં 

૧૨૦ જેટલા કર્મચારીઓને ટ્રાફિકના નિયમો પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં હતી. 

દર વર્ષે ૧૭ ઓકટોબરના દિવસને આખા વિશ્વમાં કોઈપણ પ્રકારે થયેલ અકસ્માત કે કોઈ આધાત લાગેલા લોકોને યાદ કરીને બીજા લોકો કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે આ દિવસનું આયોજન કરવામાં આવે છે. જેને લઇને 

ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા આજ રોજ માર્ગ સલામતી કાર્યક્ર્મનું ખજોદ ખાતે અયોજન કરાયું હતું.જેમાં મેટ્રો પ્રોજેક્ટમાં કામગીરી કરતા ઓફિસ સ્ટાફ અને ડ્રાઇવરો મળીને ૧૨૦ જેટલા કર્મચારીઓએ ટ્રાફિકના નિયમો પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યાં તેમને  રસ્તાની ઉપયોગીતા , વર્કસાઈટ પર હેલ્મેટ ફરજિયાત પહેરવા તેમજ વર્કઝોન સેફ્ટીના નિયમો તેમજ રોડ અકસ્માતો નિવારવા માટે રાખવી પડતી સાવચેતી વિશે અને સરકાર તરફ થી મળતી સહાય અંગેની માહિતી સમજાવાઈ હતી.

See also  गुजरात : नाव विवाद के कारण उत्तर वाहिनी परिक्रमा करने वाले भक्त फंसे | गुजरात

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read