HomeNewsમુન્ના શુકુલ ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9000 લોકોને 50 કરોડમાં નવડાવ્યા

મુન્ના શુકુલ ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9000 લોકોને 50 કરોડમાં નવડાવ્યા


  • 4 ટકા તગડા વળતરની લાલચ આપીને અનેક લોકોને છેતર્યા
  • ફિલ્મ પ્રોડ્યુસરે શુકુલ ગૃપના નામે પોન્ઝી સ્કીમ ખોલી અનેકને ખંખેર્યા
  • પોલીસને ભોગ બનેલાં 9000 લોકો મળ્યા, 50 કરોડ ગુમાવ્યા હતા

ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર અને વેસુ વી.આઇ.પી. રોડ ઉપર ઓફિસ ધરાવી શુકુલ ગૃપના નામે પોન્ઝી સ્કીમ ખોલી તેમાં રોકાણ ઉપર 4 ટકા વળતરની લાલચ આપી હજારો લોકોને છેતરનાર મુન્ના શુકુલ વિરૂદ્ધ મંગળવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઇકો સેલ દ્વારા આ ગુનામાં મુન્નાની ઓફિસમાં પગાર સાથે કમિશન ઉપર કંપનીમાં ડિરેક્ટર બનેલી હેપ્પી કુમાર કાનાણી, વિમલ પંચાલ અને મયુર નાવડીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીની પૂછપરછ અને તેમની પાસેથી મળેલા દસ્તાવેજોમાં આ કૌભાંડ ઘણું મોટું હોવાનું અને આ ટોળકીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પોતાની જાળ પાથરી હોવાનું બહાર આવ્યું હતું.

See also  પરિણીતાના ભાઈ તરીકે ઓળખ આપી પરિચિત મહિલાઓને બિભત્સ મેસેજ કર્યા

ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોંડાઈચા પોલીસ મથકે મુન્ના શુકુલ અને તેના સાગરિતો આકાશ પાટીલ સહિતના આરોપી વિરૂદ્ધ બે કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું હતું. પોલીસને ભોગ બનેલાં 9000 લોકો મળી આવ્યા હતા. જેમણે 50 કરોડ ગુમાવ્યા હતા.

બીલીમોરાનો વતની મુન્ના શુકુલ તેના પત્ની અને બે સંતાનો તથા સાળા દેવેશ તિવારી સાથે પાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતો હતો. ધુલીયામાં ગુનો થયો ત્યારથી જ શુકુલ પત્ની અને બે બાળકો તથા સાળો દેવેશ તિવારી જે પણ ઇકો સેલમાં આરોપી છે તે તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસ અહીં તપાસ કરતાં તેઓ દીવાળી પહેલાંથી જ ભાગી છૂટ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. તેના મોબાઇલ ફોન પણ ત્યારથી બંધ થઇ ગયા હતા.

See also  Suratમાં ટયુશન કલાસીસમાં અચાનક બેભાન થયા બાદ વિધાર્થીનીનું મોત,પરિવારમાં હૈયાફાટ રૂદન

CID ક્રાઇમમાં પણ ફરિયાદ

શુકુલ ગૃપ વિરૂદ્ધ સુરત પોલીસ મથકમાં અરજી થાય તે પહેલાં સી.આઇ.ડી. ક્રાઇમમાં અરજી થઇ હતી. અરજીના અનુસંધાને સી.આઇ.ડી. ક્રાઇમના ઇન્સપેક્ટર બતુલે તપાસ કરતાં કચ્છનો લોકેશ રાજવાણી નામનો એક શખ્સ ભોગ બનેલો હોવાનું મળી આવ્યું હતું. લોકેશ રાજવાણીએ મુન્ના કુલની કંપનીમાં ૩.50 લાખ ગુમાવ્યા હતા. જોકે તેની તપાસ આગળ વધે તે પહેલાં જ મુન્ના શુકુલ ફરાર થઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read