HomeNewsમુગલીસરાના ઝેદ એપાર્ટમેન્ટના ફ્લેટ અને દુકાન ભાગીદારે બારોબાર વેચી દીધા

મુગલીસરાના ઝેદ એપાર્ટમેન્ટના ફ્લેટ અને દુકાન ભાગીદારે બારોબાર વેચી દીધા



– રજીસ્ટ્રાર કચેરીમાં પુણાગામના ભાગીદારને બદલે સોની ફળીયાના યુવાનને રજૂ કરી ખેલ કર્યો: બંનેની શોધખોળ કરતી પોલીસ

સુરત,તા.2 નવેમ્બર 2022,બુધવાર

ચોકબજારના મુગલીસરા સ્થિત આઇ. પી. મીશન સ્કૂલ નજીક ઝેદ એપાર્ટમેન્ટના ફ્લેટ અને દુકાન બારોબાર વેચાણ કરી છેતરપિંડી કરનાર ભાગીદાર સહિત બે વિરૂધ્ધ લાલગેટ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. 

પુણા ગામના કચોલ ફળીયામાં રહેતા પ્રફુલ મોહન પટેલ અને અફલશા અકબરશા કાદરી (રહે. કાદરી એપાર્ટમેન્ટ, બડેખા ચકલા, સુરત) એ વર્ષ 2007 માં ભાગીદારીમાં મુગલીસરા સ્થિત આઇ. મીશન સ્કૂલ નજીક સીટી સર્વે વોર્ડ નંબર 12 ની 1402/બ/1 વાળી મિલકત ખરીદી હતી. આ મિલકતમાં ભાગીદારીમાં ઝેદ એપાર્ટમેન્ટનું નિર્માણ કર્યુ હતું. પરંતુ અફલશાએ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન તથા ફ્લેટ નીરવ ધનસુખ નીકલવાળા (રહે. ગણેશ મંદિરની ગલીમાં, સોની ફળીયા, સુરત) ની સાંઠગાંઠમાં બારોબાર વેચી દીધા હતા. અફલશાએ ભાગીદાર પ્રફુલ પટેલને બદલે નીરવ નીકલવાળાને રજસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી બોગસ સહી કરાવી વેચાણ દસ્તાવેજ કર્યા હતા. જેને પગલે પ્રફુલ પટેલે ભાગીદાર અફલશા અને રજીસ્ટ્રાર કચેરીમાં ખોટી ઓળખ આપી સહી કરી આપનાર નીરવ વિરૂધ્ધ લાલગેટ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

See also  Surat : કરિયાણાની દુકાનમાં ગેસનો બાટલો ફાટતાં 4 લોકો ઘાયલ, ગેરકાયદે ગેસ રિફીલિંગ થતી હોવાની આશંકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read