HomeNewsમુંબઈના વેપારીએ પેમેન્ટ કરવાને બદલે એલફેલ વાતો કરતા ઉધનાના પ્લાસ્ટીક વેપારીએ આત્મહત્યા...

મુંબઈના વેપારીએ પેમેન્ટ કરવાને બદલે એલફેલ વાતો કરતા ઉધનાના પ્લાસ્ટીક વેપારીએ આત્મહત્યા કરતા સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ


રૂ.25 લાખનું પેમેન્ટ નહીં આપતા ઉદય પાઘડાળે ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી 

એક લીટીની સ્યુસાઈડ નોટમાં મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણને લીધે આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કર્યો હતો 

સુરત, તા. 19 ડિસેમ્બર 2022 સોમવાર 

મુંબઈના વેપારીએ રૂ.25 લાખનું પેમેન્ટ કરવાને બદલે એલફેલ વાતો કરતા ઉધનાના પ્લાસ્ટીક વેપારીએ પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.એક લીટીની સ્યુસાઈડ નોટમાં વેપારીએ મુંબઈના વેપારીને લીધે આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કર્યો હોય ઉધના પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના કેશોદના વતની અને સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગર ઘર નં.94 માં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળ નાના અપરણિત ભાઈ ઉદય ( ઉ.વ.32 ) સાથે ઉધના રોડ નં.0 પ્રેમાચા ચહાની દુકાન સામે શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે.સામાન મુકવા તેમણે ઉધના રોડ નં.8 જીવરાજ ચા ની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે.હિરેનભાઈ ગત 16 મી ના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્ત્સવના સેવાકાર્યમાં હાજર હતા ત્યારે સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી.હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હોય મિત્ર મિતુલને ગોડાઉન ઉપર મોકલ્યો હતો.

See also  સ્મીમેરમાં ચાલી નહીં શકતા દર્દીને કાઢી મુકાયાની ફરિયાદ બાદ ફરી દાખલ કરાયો

મિતુલે ત્યાં જઈ જોયું તો શટર અંદરથી બંધ હતું.આથી આજુબાજુના લોકોને સાથે રાખી શટર ઉંચુ કરી જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે ચઢ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરતા ઉધના પોલીસ દોડી ગઈ હતી અને ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.સુરત દોડી આવેલા હિરેનભાઈએ ઉદયની અંતિમવિધિ પતાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગોડાઉનમાં ઉદયની લાશ પાસે એક થેલીમાંથી નાની બીલબુકના લીટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી હોવાનું જણાવ્યું હતું.તેમાં લખ્યું હતું કે આ ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું.લિ.ઉદય.

See also  Gujarat Election: સુરતના યોગી ચોકમાં આમ આદમી પાર્ટીની સભા બાદ પથ્થરમારો, રામ ધડુકે બીજેપી પર લગાવ્યો આરોપ

પોલીસે હિરેનભાઈની આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણ ( રહે. 4/293, ટાટા પાવરહાઉસ, માગાતાને ડેપો, મુંબઇ, મહારાષ્ટ્ર ) ને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હોય તેમને દેવું થઈ ગયું હતી.તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો.ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read