HomeNewsમિત્રની 15 વર્ષની બહેનને ભગાડી દુષ્કર્મ કરનાર ટીનએજરને 20 વર્ષની સખ્તકેદ

મિત્રની 15 વર્ષની બહેનને ભગાડી દુષ્કર્મ કરનાર ટીનએજરને 20 વર્ષની સખ્તકેદ


19 વર્ષના આરોપી સાવન વસાવાને રૃા.10 હજાર દંડ ઃ તરૃણીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃા.1 લાખ વળતર ચૂકવવ નિર્દેશ


સુરત

19 વર્ષના આરોપી સાવન વસાવાને રૃા.10 હજાર દંડ ઃ તરૃણીને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃા.1 લાખ વળતર ચૂકવવ નિર્દેશ

ત્રણ
વર્ષ પહેલાં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી
15 વર્ષની તરૃણીને
લગ્નની લાલચે ભગાડી જઈને એકથી વધુવાર બળાત્કાર ગુજારનાર
19 વર્ષીય
આરોપી યુવાનને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન
સોલંકીએ આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કાર ગુજારી પોક્સો એક્ટના ભંગ બદલ
20 વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ એક વર્ષની
કેદ તથા ભોગ બનનારને રૃ.
1 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.

See also  ધો.8ની વિદ્યાર્થિની સાથે યુવકે મિત્રતા કેળવી બ્લેકમેઇલ કરી રૂ.5૦ હજાર પડાવ્યા

ઈચ્છાપોર
પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી
15વર્ષ પાંચ માસની વય ધરાવતી પોતાના મિત્રની સગીર બહેનને ગઈ તા.8-11-19
ના રોજ આરોપી સાવન મગન વસાવા (રે.સોની બિલ્ડીંગ ભવાની મહોલ્લો,કવાસ ગામ)એ લગ્નની લાલચ આપીને પોતાની સાથે લઈ જઈને અવાવરૃ મકાનમાં બારી
વાટે પ્રવેશીને તેની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.જે અંગે ભોગ બનનાર
તરૃણીની માતાએ આરોપી વિરુદ્ધ ઈચ્છા પોર પોલીસમાં પોતાની સગીર પુત્રીને વાલીપણાના
કબજામાંથી બદકામના ઈરાદે ભગાડી જઈને તેની પર જાતીય હુમલો કરી પોક્સો એકટના ભંગ બદલ
ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

ત્રણ
વર્ષ પહેલાં નોંધાયેલા પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી સાવન વસાવા વિરુધ્ધના
કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ આરોપી
વિરુધ્ધના કેસમાં સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીને તમામ
ગુનામાં દોષી ઠેરવ્યો હતો. જેથી આરોપીના બચાવપક્ષે આરોપી
19 વર્ષની યુવાન વયના
તથા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ સજામાં રહેમની રાખવા માંગ કરી હતી. જેના વિરોધમાં
સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ભોગ બનનાર
15 વર્ષની તરૃણીના ભાઈનો મિત્ર છે. સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચરીને
ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં રહેમને બદલે દાખલો બેસે અને કાયદાકીય વ્યવસ્થા જળવાઈ
રહે તે રીતે મહત્તમ સજા કરવી જોઇએ.

See also  मनोरंजन : फरवरी के दूसरे हप्ते रिलीज होंगी ये फ़िल्में और वेब सीरीज, सारी एक से बढ़कर एक

કોર્ટે
આરોપીને સજા ફટકારી નોંધ્યું હતું કે
,
આરોપી ભોગ બનનાર તરૃણીના ભાઈનો મિત્ર હોઈ નૈતિકતાના ધોરણે પણ
આરોપીની બહેન ગણી શકાય. તેમ છતાં આરોપીએ
15 વર્ષની તરૃણીનું
અપહરણ કરી જાતીય હુમલો કર્યો હોઈ આરોપીને મહત્તમ સજા કરવી ન્યાયના હિતમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read