HomeNewsમાનસિક બિમાર દર્દીઓએ બનાવેલા દીવડા સિવિલના વોર્ડમાં પ્રગટાવાયા

માનસિક બિમાર દર્દીઓએ બનાવેલા દીવડા સિવિલના વોર્ડમાં પ્રગટાવાયા


નવી
સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડને રોશનીથી શણગારાયો ઃ અમદાવાદના દર્દીઓએ બનાવેલા
દીવડા સાંસદે ખરીદીને આપ્યા

સુરત :

સુરત
નવી સિવિલમાં દિવાળી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. માનસિક બિમાર દર્દીઓે દ્રારા
તૈયાર કરેલા દીવડાઓ નવી સિવિલમાં તમામ વોર્ડમાં પ્રગટાવાથી દર્દીઓમાં ઉજાશ ફેલાવશે.

નવી
સિવિલ ખાતે  નર્સિગ એસોસિયેશન દ્વારા
દિવાળી પર્વની અનોખીરીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સિવિલની સગર્ભા
, ધાત્રી માતાઓને ગાયનું
ધી
, ખજુર અને ગોળ અર્પણ કરવામાં આવ્યો હતો. નવી સિવિલના દરેક
વોર્ડને રોશની શણગારીને સુશોભિત કરવામા આવ્યા છે. 
દીવડાઓ પણ પ્રગટાવવામાં આવશે. બાળ રોગ વિભાગમાં દર્દીઓને મીઠાઈ તથા કપડાનુ
વિતરણ પણ કરાયુ છે. નર્સિગ અગ્રણી ઇકબાલ કડીવાલે કહ્યું કે
, અમદાવાદ
ખાતે માનસિક રોગ વિભાગના દર્દીઓને પુનઃસ્થાપન તથા આથક મદદના હેતુથી સ્કીન
પ્રિન્ટિંગ
, સિલાઈ કામ, રાખડી ,અગરબત્તી, વુડન આર્ટીકલ્સ દીવડા સહિતની વસ્તુઓ
હોસ્પિટલમાં બનાવાય છે. આ અંગે સાંસદ સી આર પાટીલને વાત કરતા તેમણે આ દર્દીઓએ
બનાવેલા દીવડા ખરીદી લીધા હતા. જે નવી સિવિલમાં હોસ્પિટલમાં પ્રગટાવી ઉજાશ
ફેલાવાયો છે. આ પ્રસંગે ડો.કેતન નાયક

કિરણ દોમડીયા, અશ્વિન પંડયા, નિલેશ લાઠિયા, નર્સિગ સુપ્રિન્ટેન્ડન્ટ કાંતાબેન
તેમજ હેડ નર્સ
, નર્સિગ એસો.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

See also  Gujarat: Over 100 suffer food poisoning in Vagra | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read