HomeNewsમાતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર, સુરતમાં એક પતંગે 12 વર્ષીય કિશોરનો ભોગ લીધો

માતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર, સુરતમાં એક પતંગે 12 વર્ષીય કિશોરનો ભોગ લીધો


  • એક ધાબાથી બીજા ધાબે પતંગ લૂંટવા ગયો
  • પાંચમા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત
  • પરિવારમાં શોકનો માહોલ છવાયો

સુરતમાં પાંચમા માળેથી નીચે પટકાતા કિશોરનું મોત થયુ છે. જેમાં 12 વર્ષીય કિશોર નીચે પટકાયો હતો. તેમાં પલસાણાના વાંકાનેડા ગામમાં આ ગોઝારી ઘટના બની છે.
એક ધાબેથી બીજા ધાબે પતંગ લૂંટવા જતા કિશોર નીચે પટકાતા મોત થયુ છે.

12 વર્ષીય કિશોર ગોવિંડ રાજપૂત ધાબા પરથી નીચે પટકાયા

સુરતના પલસાનામાં પતંગની લૂંટ કરવા જતા કિશોર પાંચમાં માળના ધાબાથી નીચે પટકાયો હતો. જેમાં વાંકાનેડા ગામનો 12 વર્ષીય કિશોર ગોવિંડ રાજપૂત ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે. ગોવિંડ રાજપૂત વાંકાનેડા ગામે શીવશક્તિ કોમ્લેક્સના A-101માં રહેતો હતો. જેમાં એક ધાબાથી બીજા ધાબે પતંગ લૂંટવાની લાલચમાં નીચે પટકતા ગોવિંડનું મોત નીપજ્યું છે. જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

See also  નવી સિવિલની જુની બિલ્ડીંગ જર્જરિતઃ બાળકાના વોર્ડ પણ કિડની બિલ્ડીંગમાં શિફ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read