HomeNewsમહિલા-પુરૂષ મતદારો સમકક્ષ પણ ગુજરાતની રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ....આ આંકડા છે સાબિતી

મહિલા-પુરૂષ મતદારો સમકક્ષ પણ ગુજરાતની રાજનીતિમાં મહિલાઓનું પ્રભુત્વ….આ આંકડા છે સાબિતી


સુરત,તા.4 નવેમ્બર 2022,શુક્રવાર

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે.દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.જો કે ગુજરાતમાં મહિલાઓ નિર્ણાયક વોટર છે અને આ વાત દરેક રાજકીય પક્ષ જાણે છે મહિલાઓના મત દરેક રાજકીય પાર્ટીને જોઈએ પરંતુ જ્યારે ચૂંટણીમાં મહિલા પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે પુરુષો કરતાં તેમને બરાબરી મળતી નથી. 

ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ જશે અને કોની સરકાર બનશે તે પણ સ્પષ્ટ થઈ જશે ,પરંતુ આ ચૂંટણીમાં મહિલાઓને કેટલું પ્રતિનિધિત્વ મળશે એ મોટો પ્રશ્ન છે. ભૂતકાળથી જ જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે નામ માત્રની મહિલા ઉમેદવારો એક પક્ષમાં જોવા મળતી હોય છે. દરેક રાજકીય  પક્ષ દ્વારા મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. પરંતુ જ્યારે ચૂંટણીમાં પ્રતિનિધિત્વ આપવાની વાત થાય ત્યારે મહિલાઓની સંખ્યા  પુરુષો કરતાં ઘણી ઓછી જોવા મળે છે. વર્ષ 1962 ની પ્રથમ વિધાનસભા ચૂંટણીના પરિણામથી લઈને વર્ષ 2017 ની ચૂંટણી આજ દર્શાવે છે કે કઈ રીતે મહિલાઓને આપવામાં આવનાર પ્રતિનિધિત્વ ખૂબ જ પ્રમાણમાં ઓછું છે..

See also  वडोदरा : डोर-टू-डोर कूड़ा उठाने वालों की लापरवाही के कारण जहां-तहां कूड़ा डंप करने को लोग मजबूर | Loktej वड़ोदरा News

ગુજરાત વિધાનસભામાં 1962 થી 2017 સુધી મહિલા પ્રતિનિધિત્વ

ગુજરાતના રાજકારણમાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઘણી ઓછી છે. 2017ની ચૂંટણીઓ કુલ  127 (6.89%) મહિલાઓ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાંથી માત્ર 13 ઉમેદવારો ચૂંટણી જીત્યા એટલે કે માત્ર 10.32%.

2017ની વિધાનસભા ચૂંટણીમાં 7.14% મહિલા સભ્યો વિધાનસભામાં ચૂંટાયા. 

ચૂંટણીમાં વિજયી થયેલ મહિલાઓની સૌથી ઓછી સંખ્યા 1975 માં 1.65% હતી અને સૌથી વધુ 2007 માં 6.94% હતી. 

વર્ષ 1962માં કુલ 65.22% મહિલાઓ જીતી હતી. 23 ઉમેદવારોમાંથી 15 ઉમેદવારો ચૂંટાયા છે. અને 1995માં સૌથી નીચો જે 2.13% છે.વર્ષ 1962માં કુલ 65.22% મહિલાઓ જીતી હતી. 23માંથી 15 ઉમેદવારો ચૂંટાયા છે. અને 1995માં સૌથી નીચો જે 2.13% છે .1લી વિધાનસભાની ચૂંટણીથી લઈને સૌથી વધુ 9.74% મહિલાઓએ વર્ષ 1962માં વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને વર્ષ 1995માં સૌથી ઓછું 1.1% હતું. 

See also  प्रधानमंत्री मोदी ने कजाकिस्तान के राष्ट्रपति से की बातचीत | भारत News

1લી વિધાનસભાની ચૂંટણી પછીથી સૌથી વધુ મહિલા મતદારોની સંખ્યા 69.5% વર્ષ 2012 માં નોંધાઈ હતી. આ મહિલા વિજેતાઓમાં આનંદી બેન પટેલ, આચાર્ય નીમાબેન, કોડાણી માયાબેન અને મકવાણા શાંતાબહેન અને ચુડાસમા ચદ્રિકાબેન કાનજી છે.

રાજકીય વિશ્લેષક અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનાર મુકેશ પટેલે કહ્યું કે  દરેક રાજકીય પાર્ટી જાણે છે કે મહિલાઓનો મત કેટલો મહત્વપૂર્ણ છે. આજ કારણ છે કે વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓમાં હંમેશા થી મહિલાઓને એક વિશેષ સ્થાન આપવામાં આવતું હોય છે તેઓ જ્યારે પણ સભાને સંબોધે અથવા તો ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં હાજર રહે ત્યારે મહિલાઓને માતા અને બહેનો તરીકે સંબોધિત કરતા હોય છે. અને મહિલાઓ પ્રત્યેની તેમના સન્માન અને લાગણીઓના કારણે આજે સુધી મહિલા મતદાતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતો પણ આપ્યા છે અને જ્યારે વાત ચૂંટણીમાં પ્રતિનિધિત્વની કરવામાં આવે તો પ્રથમ વિધાનસભા ચૂંટણીથી લઈને આજ દિન સુધી મહિલાઓ ને પ્રતિનિધિત્વ આપવામા જે વાતો થાય તે જોવા મળતું નથી .જોકે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 50% અનામત આપવામાં આવ્યું છે તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં 35 ટકા મહિલાઓ જોવા મળતી હોય છે. દરેક પાર્ટી મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાની વાત કરે છે પરંતુ એ ઇલેક્શનમાં જોવા મળતું નથી પરંતુ શક્ય છે કે આ વખતે મહિલાઓને પ્રતિનિધિત્વ વધારે મળે.

See also  વેસુમાં HDFC બેંકમાં આગ લાગી, પાસબુક પ્રિન્ટિંગ મશીન બળી ગયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read