HomeNewsમહાપાલિકા બાદ સુરતમાં બનશે રાજ્યની સૌથી ઉંચી કલેકટર કચેરી

મહાપાલિકા બાદ સુરતમાં બનશે રાજ્યની સૌથી ઉંચી કલેકટર કચેરી


  • 30 કરોડના ખર્ચે થશે ગ્રીન એનર્જીથી થશે ગ્રીન બિલ્ડીંગનું નિર્માણ
  • માત્ર એક જ વર્ષમાં થશે નિર્માણ પૂર્ણ, 14માં માળે બેસશે કલેકટર
  • કલેકટરને સંલગ્ન દરેક કચેરીનો એક જ બિલ્ડીંગમાં સમાવેશ

સુરતમાં મહાનગરપાલિકા બાદ હવે રાજ્યની સૌથી ઉંચી કલેકટર કચેરી પણ બનવા જઈ રહી છે. પીપલોદમાં લેકવ્યુ ગાર્ડનની સામે 30 કરોડના ખર્ચે 14 માળની ગ્રીન એનર્જી આધારિત ગ્રીન બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે. આ અદ્યતન કલેકટર કર્ચેરીનું શુક્રવારે રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવશે.

શુક્રવારે સવારે 10 વાગ્યે નવી કલેકટર કચેરીની સાથે સાથે અડાજણ, ઉધના અને પૂણા મામલતદાર કચેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવી કલેકટર કચેરી 1 વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે. તેમજ જિલ્લાના વડા કલેકટર કચેરીના ટોપ ફ્લોર પર એટલે કે 14માં માળે બેસશે. ગ્રીન એનર્જી અંતર્ગત નવી કલેકટર કચેરીમાં સોલારથી ઉત્પન્ન થતી વીજળીનો વપરાશ કરવામાં આવશે. આમ છતાં દરેક કચેરીમાં દિવસે ઓછામાં ઓછી વીજળીનો વપરાશ કરવો પડે તેવી ડીઝાઈન તૈયાર કરી 30 % વીજળીની બચત કરવામાં આવશે.

See also  સુરત મ્યુનિ.માં વર્ષોથી ખાલી પડેલી વિવિધ કેડરની જગ્યા ભરવા કવાયત

આ ઉપરાંત અડાજણ પ્રાન્ત અધિકારીની પોસ્ટ પણ ઉભી કરવામાં આવશે. નવી પોસ્ટ માટે સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી છે. દરમિયાન, અડાજણ મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી માટે અલાયદી કચેરી બનવવમ્ક આવશે. નવી કલેકટર કચેરીના 14 માળની એક બિલ્ડીંગ બનાવાશે, પરંતુ ભવિષ્યમાં આવી જ બીજી ચાર બિલ્ડીંગ પણ બનાવી શકાશે.

100 વર્ષ સુધી તકલીફ નહી પડે તેવું આયોજન

સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે પીપલોદ ખાતે બનનારી નવી કલેકટર કચેરી 10 વર્ષ પછીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે એટલે કે ભવિષ્યમાં અન્ય કોઈ સરકારી કચેરી બનાવવાની જરૂરિયાત ઉભી થાય તો અહિયાં 14 માલના બીજા ચાર ટાવર પણ ઉભા કરી શકાશે.

See also  सूरत :  चेंबर और CMAI द्वारा सरसाना के प्लेटिनम हॉल में 'गारमेंट कॉन्क्लेव' का आयोजन 

પુણા, અડાજણ, ઉધના મામલતદાર કચેરીનું પણ ખાતમુહૂર્ત કરાશે

સુરત કલેકટર કચેરીના નવા અદ્યતન બિલ્ડીંગની સાથે સાથે અડાજણ, પુણા અને ઉધના મામલતદાર કચેરીની નવી બિલ્ડીંગનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. અડાજણમાં એલ.પી. સવાણી પાસે લેકગાર્ડન સામે ટીપી સ્કીમ નંબર 10 વાળી 13445 ચોરસ મીટર જમીન પર અંદાજીત 11.85 કરોડના ખર્ચે નવી મામલતદાર કચેરી બનશે. તે જ રીતે, પુણામાં મગોબ વિસ્તારમાં એમેઝીયા વોટર પાર્ક પાસે નવી પુણા મામલતદાર કચેરી અંદાજીત 8.49 કરોડના ખર્ચે અને ઉધના મામલતદાર કચેરી સોસિયા સર્કલ પાસે ટીપી સ્કીમ નંબર 1 વાળી 7164 ચોરસ મીટર જગ્યામાં 7.27 કરોડના ખર્ચે નિર્માણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read