HomeNewsમફત અનાજની યોજના બંધ કર્યા પછી ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવા વિચારણા

મફત અનાજની યોજના બંધ કર્યા પછી ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવા વિચારણા


  • મે-2022થી દેશમાં ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ અમલમાં
  • અનાજ મધ્યસ્થ કોષમાં ઘઉંના જથ્થામાં 20 લાખ ટનના હિસાબે ઘટ આવી રહી છે
  • પ્રતિમાસ 20 લાખ ટનના હિસાબે મધ્યસ્થ અનાજ કોષમાં ઘઉંના જથ્થામાં ઘટ પડી રહી છે

ડિસેમ્બર પછી મફત અનાજની યોજના બંધ કર્યા બાદ, હવે મે-2022માં લદાયેલા નિકાસ પ્રતિબંધને ઊઠાવી લેવા માટે મધ્યસ્થ સરકારી કોષમાં જથ્થાનો અંદાજ મેળવવા સરકારે વિવિધ મંત્રાલયો વચ્ચે પરામર્શ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘઉંના ભાવને અંકુશમાં રાખવા સરકાર ખુલ્લા કે મુક્ત બજારમાં વેચાણ સહિતના વિકલ્પો વિચારે છે. વધારાના પ્રતિબંધોની કૃષિચક્ર પર કે બજારમાં નવા પાકજથ્થા પર વિપરીત અસર થવાની સંભાવના હોવાનું જણાવાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીમાં એપ્રિલ 2020થી પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નામે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા પુરવઠા જેટલો જ અનાજનો પુરવઠો મફત અનાજ આપવા માટે યોજના શરૂ કરી હતી. જેમાં દર મહિને દેશના 81.35 કરોડ લોકોને અનાજનો પુરવઠો મફત પુરો પાડવામાં આવતો હતો. ત્યારબાદ ગત 23 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ મફત અનાજ આપવાની યોજના જાન્યુઆરી 2023થી બંધ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા છ મહિનાથી અનાજ મધ્યસ્થ કોષમાં ઘઉંના જથ્થામાં 20 લાખ ટનના હિસાબે ઘટ આવી રહી છે. એક માસથી પ્રતિમાસ 20 લાખ ટનના હિસાબે મધ્યસ્થ અનાજ કોષમાં ઘઉંના જથ્થામાં ઘટ પડી રહી છે. ભારતના ખાદ્યાન્ન નિગમ યાને એફસીઆઈના આંકડા મુજબ, ગત પહેલી ડિસેમ્બરે 190.2 લાખ ટન જ જથ્થો રહી જતાં, દેશમાં છેલ્લા છ વર્ષમાં નવું તળીયું દેખાયું હતું. નવેમ્બરમાં તે જથ્થો 210 લાખ ટન હતો. આ પહેલાં વર્ષ 2016, ડિસેમ્બરમાં સૌથી ઓછો 188.4 લાખ ટન અને 166.9 લાખ ટન જેટલો ઓછો ઘઉંનો જથ્થો નોંધાયો હતો. મે-2022માં ઘઉંના ઓછા જથ્થાની ખરીદીના પગલે સરકારે વિવિધ રાજ્યને ચોખાનો વધારાનો જથ્થો ફાળવ્યો હતો.

See also  फिल्मफेयर ओटीटी अवॉर्ड्स 2022 : रॉकेट बॉयज ने अलग-अलग कैटेगरी में जीतें कुल 8 अवार्ड्स

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read